ચામાં sugar ને બદલે ઉમેરો આ વસ્તુ, સ્વાસ્થ્યને નહીં થાય નુકસાન
Jaggery Tea: સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમને ચા પીવાનો શોખ છે અને તમે ચા પીવાનું છોડી નથી શકતા તો તમે તેને બનાવવાની રીત બદલી શકો છો. ચામાં તમે ખાંડને બદલે સ્વાસ્થ્ય માટે લાભકારી છે તેવી વસ્તુઓ ઉમેરી શકો છો.
Jaggery Tea: આપણા દેશમાં ખૂબ ઓછા એવા લોકો હશે જેમને ચા પીવાનો શોખ ન હોય. લોકોના દિવસની શરૂઆત જ મીઠી અને કડક ચા પીને થાય છે. ગુજરાતીમાં તો કહેવત છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. આ વાત પરથી જ સમજી શકાય કે ચા કેટલી મહત્વની વસ્તુ છે. સવારે ઉઠો અને પછી એક કપ ચા ના મળે તો દિવસ ખરાબ થઈ જાય છે. પરંતુ ચામાં ઉપયોગમાં આવતી ખાંડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ખાંડથી ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધે છે. આ વાત જાણતા હોવા છતાં લોકો ચા પીવાનું છોડી શકતા નથી. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો તમને ચા પીવાનો શોખ છે અને તમે ચા પીવાનું છોડી નથી શકતા તો તમે તેને બનાવવાની રીત બદલી શકો છો. ચામાં તમે ખાંડને બદલે સ્વાસ્થ્ય માટે લાભકારી છે તેવી વસ્તુઓ ઉમેરી શકો છો. જો તમે ખાંડ વિના આ વસ્તુ ઉમેરીને ચા પીશો તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય અને ફાયદા થશે. ખાંડને બદલે ચાની મીઠી બનાવવા માટે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો:
ટ્રાય કરો ચોખાના આ ફેસપેક, પાર્લર ગયા વિના ચમકી જશે તમારો ચહેરો
ડાયાબિટીસના દર્દી અજમાવે આ ઘરગથ્થુ નુસખા, જરા પણ નહીં વધે Sugar
આ 5 લિક્વિડ પેટમાં ગયાની સાથે જ વધારે છે Bad Cholesterol,જીવવું હોય તો તુરંત કરો બંધ
ગોળ વાળી ચા પીવાથી થતા ફાયદા
વધતું વજન અટકે છે
સૌથી મોટો ફાયદો તો એ થાય છે કે તમે ચાની અંદર ખાંડને બદલે ગોળ ઉમેરીને પીઓ છો તો વજન વધતું અટકી જાય છે. કારણ કે ખાંડમાં કેલરી વધારે હોય છે જે પેટની ચરબી વધારે છે જ્યારે ગોળમાં કેલેરી ઓછી હોય છે અને તે વજન ઓછું કરવા મદદ કરે છે.
ડાયજેશન રહે છે સારું
ચામાં ગોળ ઉમેરીને પીવાથી ડાયજેશન સારું રહે છે. ગોળ વાળી ચા પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી કારણ કે ગોળમાં જે વિટામિન અને મિનરલ્સ હોય છે તે શરીરને ફાયદો કરે છે.
રક્તની ઉણપ દૂર થાય છે
ઘણા લોકોને ઉંમર વધે તેની સાથે શરીરમાં રક્તની ઉણપ સર્જાવવા લાગે છે. તેને એનિમિયાની બીમારી કહે છે. આ સમસ્યા હોય તો તમે તુરંત જ ચામાં ખાંડને બદલે ગોળ ઉમેરવાનું શરૂ કરો. તેનાથી શરીરમાં આયરન વધે છે અને રક્તની ઉણપ દૂર થાય છે.