શું તમને પણ Fruits પર ચાટ મસાલો કે મીઠું ખાવાની આદત છે તો ચેતી જજો! પેટમાં જતા જ બની જાય છે ઝેર
Adding salt in fruits: ફળ ખાવાથી શરીરને અનેક રીતે ફાયદો ચોક્કસ થાય છે, પરંતુ જો તમને ફ્રુટ્સ સાથે મીઠું ખાવાની લત લાગી ગઈ હોય તો આજથી જ બંધ કરી દેજો. કારણ કે તે શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
Adding salt in fruits: ફળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ફળ ખાવાથી શરીરને વિટામિન, આયર્ન અને ફાઈબર જેવા પોષક તત્વો મળે છે. એટલું જ નહીં તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. સાથે જ તે મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે. જો કે, જો તમને પણ ફ્રુટ્સ સલાડમાં મીઠું ખાવાનું કે ફ્રુટ્સ સાથે મીઠું ખાવાનું વ્યસન હોય તો તેને તરત જ બંધ કરી દો. મીઠું અથવા ચાટ મસાલા સાથે ફળો ખાવાથી સ્વાદ તો સારો આવે છે પરંતુ તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.
આ પણ વાંચો:
ભારત બની શકે છે WTC ચેમ્પિયન, બસ કરવું પડશે આ એક કામ
અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ,આ છે નવું ફૂડ મેનૂ
અલ્લાહ કરે ને તમારું અખંડ ભારતનું સપનું પુરૂ થાય! અમારો હશે વડાપ્રધાન
ફળો પર મીઠું ખાવાના ગેરફાયદા
-ફળો પર મીઠું ખાવાથી તેના પોષક તત્વો નાશ પામે છે. ઉપરાંત, જો તમે વારંવાર આવું કરો તો તમને કિડનીની બીમારી પણ થઈ શકે છે.
-ફળોમાં મીઠું ભેળવવાથી તમે ત્વચાની એલર્જીનો શિકાર બની શકો છો, જેના કારણે શરીરમાં સોજો પણ આવી શકે છે.
-જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ક્યારેય પણ મીઠું ભેળવીને ફળ ખાવાની ભૂલ ન કરો. આમ કરવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે.
-હાર્ટના દર્દીઓએ પણ ફળોની સાથે મીઠું બિલકુલ ન ખાવું જોઈએ. ફળ પર મીઠું નાખતા જ પાણી નીકળવા લાગે છે. જેના કારણે ફળોનું પોષણ ઘટે છે.
ફળ કેવી રીતે ખાવું
-ફળ ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે એક સમયે એક જ ફળ ખાવું જોઈએ.
-જો તમને ફ્રુટ ચાટ ખાવાનું પસંદ હોય તો મીઠા કે ખાટા ફળોનુ જ સલાડ બનાવો.
-ખાટા અને મીઠા ફળોનું સલાડ એક સાથે ન ખાવું જોઈએ.
-ફળો કાપ્યાના એક કલાકની અંદર ખાઈ લેવા જોઈએ.
-લાંબા સમય સુધી રાખવામાં આવેલા ફળોમાં પોષક તત્વો ઓછા થવા લાગે છે.
(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરુર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
રાશિફળ 10 જૂન: આ જાતકો પર આજે રહેશે શનિદેવની અપાર કૃપા, તમામ કાર્યો પાર પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube