Solar Eclipse 2023: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થવાનું છે. આ સૂર્યગ્રહણ  સામાન્ય નથી. ખગોળશાસ્ત્રીઓના મતે આ દિવસે અદ્ભુત નજારો જોવા મળશે. આવું સૂર્યગ્રહણ 100 વર્ષમાં પહેલીવાર જોવા મળશે. કારણ કે આ વખતે હાઈબ્રીડ સૂર્યગ્રહણ થવાનું છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ હાઈબ્રીડ સૂર્યગ્રહણ એટલે શું અને તે સામાન્ય સૂર્યગ્રહણથી કેવી રીતે અલગ હોય છે?  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે અને ત્રણેય એક સીધી રેખામાં હોય તે સ્થિતિને સૂર્યગ્રહણ કહેવાય છે. પરંતુ હાઈબ્રીડ સૂર્યગ્રહણ આ સામાન્ય સૂર્યગ્રહણથી અલગ હોય છે. 


આ પણ વાંચો:


વૈશાખ મહિનાની અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક સમયે પાળવાના નિયમ


આ દેશી નુસખા સામે નહીં ચાલે વંદાની જીદ.. છુપાયેલા વંદાને પણ ઘર છોડી ભાગવું પડશે


કાર લઈને પરિવાર સાથે વેકેશનમાં ફરવા જવાના છો તો આ 6 વસ્તુઓ સાથે લઈ જવાનું ના ભુલતા


સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના હોય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ, આંશિક સૂર્યગ્રહણ અને વલયાકાર સૂર્યગ્રહણ. તેમાંથી આંશિક સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વીના એક ભાગને સંપૂર્ણપણે આવરી લે છે જેથી ચંદ્રનો પડછાયો તેના માત્ર એક ભાગમાં જોવા મળે છે. પૂર્ણ સૂર્યગ્રહણની ઘટનામાં ચંદ્ર પૃથ્વીને સંપૂર્ણપણે આવરી લે છે જેના કારણે પૃથ્વી પર અંધારો જોવા મળે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય તેવા સૂર્યગ્રહણનો નજારો 100 વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. વલયાકાર સૂર્યગ્રહણ વિશે વાત કરીએ તો ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે અને સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકતો નથી. ત્યારે સૂર્યની અગ્નિ એક વીંટી જેવા આકારમાં દેખાય છે. 


હાઇબ્રિડ સૂર્યગ્રહણ પણ ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે. આંશિક, સંપૂર્ણ અને વલયાકાર સૂર્યગ્રહણના મિશ્રણને હાઇબ્રિડ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ન તો વધારે અંતર હોય અને ન તો ઓછું અંતર હોય. સૂર્યગ્રહણ થવાનું છે તે આવું જ હશે. 5 કલાક 24 મિનિટ સુધી ચાલનાર આ ગ્રહણ સવારે 7:04થી શરૂ થશે અને બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે.