Surya grahan 2023: વૈશાખ મહિનાની અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક સમયે પાળવાના નિયમ

Surya Grahan 2023: સૂર્યગ્રહણ શરૂ થશે તે પહેલાના 12 કલાક સુધી સૂતક કાળ રહેશે. આ સમયને શાસ્ત્રોમાં અશુભ સમય કહેવાય છે આ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો જીવન પર ખરાબ અસર પડે છે.

Surya grahan 2023: વૈશાખ મહિનાની અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક સમયે પાળવાના નિયમ

Surya Grahan 2023: સૂર્ય ગ્રહણને વિજ્ઞાનમાં એક ખગોળીય ઘટના કહેવાય છે પરંતુ હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થશે. ગ્રહણની શરૂઆત સવારે 7.04 મિનિટ પર થશે અને ગ્રહણની સમાપ્તિ બપોરે 12.39 મિનિટે થશે. આ દિવસે અમાસની તિથિ છે. 

સૂર્યગ્રહણ શરૂ થશે તે પહેલાના 12 કલાક સુધી સૂતક કાળ રહેશે. આ સમયને શાસ્ત્રોમાં અશુભ સમય કહેવાય છે આ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો જીવન પર ખરાબ અસર પડે છે. જોકે આ સૂર્યગ્રહણનો ભારત પર પ્રભાવ જોવા મળશે નહીં. તેથી સૂતક કાળ પણ માન્ય નહીં રહે. પરંતુ તેમ છતાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

આ પણ વાંચો:

સૂર્યગ્રહણના સુતકમાં શું ન કરવું? 

- હિન્દુ માન્યતા અનુસાર સૂચતના સમયમાં પૃથ્વીનું વાતાવરણ દોષિત હોય છે. તેથી આ અશુભ દોષથી બચવા માટે સાવધાની રાખવી જરૂરી છે. તેથી આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય માટેની વસ્તુ કે ખરીદી કરવી જોઈએ નહીં.

- સુતક સમયે સૂર્ય ને જળ પણ અર્પણ કરવું નહીં. આ સિવાય તુલસીના છોડની પૂજા પણ કરવી નહીં. આજ સમય દરમિયાન સુવાથી પણ દોષ લાગે છે 

- સુતકના સમય દરમિયાન કોઈપણ વસ્તુનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. આ સમયે દરમિયાન કોઈ વસ્તુ ખાવાથી કે પીવાથી અશુભ ફળ મળે છે 

- સૂર્યગ્રહણના દિવસે ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સુતક શરૂ થાય ત્યારથી ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે ઘરની બહાર નીકળવું ન જોઈએ. આ સિવાય કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ પણ કરવો નહીં. 

સુતક સમયે શું કરવું ? 

- સુતક કાળ શરૂ થાય તે પહેલાં ઘરના અનાજ અને તરલ પદાર્થો પર તુલસીનું પાન અથવા તો કુશ રાખી દેવું. માન્યતા છે કે તેનાથી ગ્રહણ નો પ્રભાવ તે વસ્તુ પર પડતો નથી. 

- સુતક કાળ શરૂ થાય તે પહેલા મંદિરના પટ બંધ કરી દેવા. ગ્રહણ પછી ભગવાનને ગંગાજળ થી સ્નાન કરાવીને તેમની પૂજા કરવી. 

- સુતક સમયે અને ગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ હોય છે પરંતુ કેટલાક મંત્રોનો જાપ કરવો શુભ ગણાય છે. ગ્રહણના સમયે તમે આ મંત્રોનો જાપ કરી શકો છો.

તમોમય મહાભીમ સોમસૂર્યવિમર્દન
હેમતારાપ્રદાનેન મમ શાન્તિપ્રદો ભવ.

યા વિધુન્તુદ નમસ્તુભ્યં સિંહિકાનન્દનાચ્યુત
દાનેનાનેન નાગસ્ય રક્ષ માં વેધજાદ્વયાત્

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news