Skin Care: દરેક લોકો ઇચ્છે છે કે તેમની સ્કિન ફ્લોલેસ હોય. કાચ જોતા સમયે ભલે કોઈ ગમે તેટલું સારું દેખાય પરંતુ જો ચહેરા પર એકપણ ડાઘ હોય તો તેનું આખું ધ્યાન તેની પર જાય છે. સ્કિનને ઇવેન ટોન દેખાડવા માટે ના જાણે કેટલા મેકઅપ પ્રોડક્ટ્સ માર્કેટમાં મળે છે. મેકએપ કરવાથી ચહેરા પરના તમામ નિશાન ઢંકાઈ જાય છે, પરંતુ તેના હટતા જ ચેહરા પરના તમામ નિશાન પાછા દેખાવવા લાગે છે, પરંતુ જો તમે ઇચ્છો છો કે આ નિશાન હંમેશા માટે તમારા ચહેરા પરથી દૂર થઈ જાય તો આ માટે તમારે કેટલાક ઘરેલું ઉપાય ટ્રાય કરવા જોઇએ જેની મદદથી તમામ નિશાનો દૂર હટી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળીનો રસ
ડુંગળીનો રસ ચહેરા પરથી નિશાન અને ડાઘ દૂર કરવામાં ફાયદાકારક છે. તેને લગાવવા માટે સૌથી પહેલા ડુંગળીને ક્રશ કરો અને તેનો રસ કાઢી લો. કોટનની મદદથી તેને સ્કાર પર લગાવી 20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ લો.


આ પણ વાંચો:- પેટ સાફ રાખવાની આ છે સૌથી નેચરલ રીત, ઘણી ગંભીર બીમારીઓ રહેશે દૂર


આંબળા
આંબળામાં મોટા પ્રમાણમાં વિટામિન સી મળે છે. વિટામિન સી સ્કિન માટે ખુબ ફાયદાકારક છે. એક આંબળાને ક્રશ કરી તેમાં ઓલિવ તેલ મિક્સ કરો. ત્યારબાદ આ નિશાન પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ કરવાથી ચહેરા પરના ડાઘ ઓછા થવા લાગશે.


આ પણ વાંચો:- હવે બિઝનેસ કરતા લોકોને પણ મળશે પેન્શન, EPFO બનાવી રહ્યું છે આ નવો પ્લાન!


દહીં
દહીં ખાવાથી ઘણા ફાયદા થયા છે. પર શું તમે જાણો છો કે દહીંને સ્કિન પર લગાવવાથી ઘણા બેનિફિટ્સ છે. કર્ડમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ મળે છે. તેને લગાવતા પહેલા દહીંમાં 2 ચપટી હળદર મિક્સ કરો. ત્યારબાદ પેસ્ટને ચહેરા પર જ્યાં નિશાન છે ત્યાં લગાવો અને થોડીવાર માટે ધીમે ધીમે મસાજ કરો. તેને લગાવવાથી સ્કિન પર ગ્લો આવશે અને સાથે જ નિશાન પણ ઘટવા લગાશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube