ઉનાળામાં ત્વચાની કાળજી રાખવા માટે આ વસ્તુનો કરો ઉપયોગ, પેટની બીમારીઓ પણ થશે દૂર
એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મીલર. આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનોએલીજ માત્ર એલોવેરામાંથી મળી શકે છે.
નવી દિલ્લીઃ ઘરના કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો હશે. તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગશે. આ વનસ્પતિને એલોવેરા કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.
એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મીલર. આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનોએલીજ માત્ર એલોવેરામાંથી મળી શકે છે.
ઉનાળામાં ત્વચા પર બળતરા, ચહેરા પર ખીલ, સૂર્ય કિરણોથી ત્વચા લાલ થવાની સમસ્યા, ટેનિંગની સમસ્યા અને બીજા ઘણા કારણે ત્વચા બગડવાની શરૂઆત થાય છે. આવી સ્થિતિમાં, ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. હવે આ બધી સમસ્યાઓ માટે તમારે અલગ થવું પડશે. પ્રોડક્ટનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ એલોવેરાની જરૂર છે. એલોવેરા આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે, તે આપણી ત્વચાને પણ વધારે છે. એલોવેરા નું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી બધીજ સમસ્યા ઓ દૂર થઈ જાય છે તે વાળ ની સમસ્યાઓ નો પણ રામબાણ ઈલાજ છે.સાથે સાથે તમારા ચહેરાને દાગ રહિત અને સુંદર રાખવા માટે ઉપયોગી છે.એલોવેરા જેલને તમે તમારી ત્વચા પર લગાવીને તમે તમારા ચહેરાને સુંદર અને દાગ રહિત બનાવી શકો છો.તેના ફાયદા અનેક છે અને તેને લગાવવાની રીત પણ અનોખી અને સહેલી છે.
1- એલોવેરા જ્યૂસમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ વધારે છે. આ સિવાય સ્કિન માટે પણ એલોવેરા બહુ જ લાભકારી છે. રોજ 200-300 મિલી. એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ...
2- એલોવેરા જ્યુસનું સેવનથી તો વજન પણ ઓછુ કરી શકાય છે, કારણ કે આના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને પાચનક્રિયા પણ સ્વસ્થ રહે છે. એલોવેરા જ્યુસ ઘણા પોષક તત્વ હોય છે જે શરીરને કમજોર પડવા દેતા નથી.
3- બોડિ ડિટોક્સીફિકેશન માટે પણ એલોવેરા જ્યૂસ બહુ ગુણકારી છે. તેને પીવાથી શરીરમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થઈ જાય છે. બોડી ટોક્સિન્સ આપણાં શરીર પર ખરાબ અસર કરે છે જેથી તેને દૂર કરવા એલોવેરા જરૂરી છે.
4-એલોવેરાના જ્યૂસનું સેવન ત્વચામાં નિખાર લાવે છે. આનો નિયમિત સેવન કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી જવાન અને ચમકદાર રહે છે. એલોવેરાનો જ્યૂસ પીવાથી ત્વચાની ખરાબી, ખીલ વગેરે પણ દૂર થાય છે.
5- એલોવેરા જ્યૂસને વાળ પર લગાડવામાં આવે તો પણ ફાયદાકારક છે, એલોવેરા પીવાથી વાળમાં ચમક આવે છે તેમજ વાળનું ટેક્સચર પણ સારું થાય છે. એલોવેરાના જ્યૂસને મહેંદીમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ ચમકદાર થાય છે.
6- એલોવેરા જ્યુસનું સેવન કરવામાં આવે તો આનાથી શરીરની એનર્જી વધે છે કારણ કે એલોવેરાના જ્યૂસમાં ઘણા પ્રકારના પોષક તત્વો, વિટામિન અને મિનરલ્સ મળે છે જે બોડીને સુધારવાનું કામ કરે છે અને શરીરને એનર્જી આપે છે. આને પીવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.
7- જે મહિલાઓ ગર્ભવતી છે અથવા સ્તનપાન કરાવે છે અને જે બાળકો 12 વર્ષથી નાના હોય તેમણે એલોવેરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે શરીર પર એલોવેરાની કોઈ આડઅસર જેવી કે- ખુજલી, બળતરા થાય તો એલોવેરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જે લોકોને લસણ, ડુંગળીની એલર્જી હોય તેમણે પણ એલોવેરાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.