Anti Aging Food: 40 ની ઉંમર પછી દરેક મહિલાના સ્વાસ્થ્ય અને દેખાવમાં ઘણા બધા ફેરફાર થાય છે. દેખાવની વાત કરીએ તો ત્વચા ઉપર ઉંમરની અસર ધીરે ધીરે દેખાવા લાગે છે. કોઈપણ મહિલા હોય તેને આ અસર ચહેરા પર ન દેખાય તેવી જ ઈચ્છા હોય છે. કેટલાક ફૂડ એવા પણ છે જે 40 વર્ષ પછી નિયમિત રીતે લેવામાં આવે તો તે વધતી ઉંમરની અસરોને અટકાવે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી 40 પછી શરીરની ફિટનેસ, સ્વાસ્થ્ય અને સુંદરતા જાળવી રાખવામાં મદદ મળે છે. 40 વર્ષની ઉંમર પછી તમારી ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરશો તો તમારી સુંદરતા 20 વર્ષે હતી તેવી જ જળવાઈ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ગ્રીન ટી


ગ્રીન ટી સ્ત્રીઓ અને પુરુષો બંને માટે સૌથી સારો વિકલ્પ છે. ગ્રીન ટીમા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કરવામાં મદદ કરે છે. 40 વર્ષની ઉંમર પછી ગ્રીન ટી શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.


સફરજન


40 વર્ષ પછી પુરુષો અને મહિલાઓ બંનેએ પોતાની ડેઈલી ડાયટમાં સફરજન નો સમાવેશ કરવો જોઈએ. સફરજન માં એવા તત્વો હોય છે જે શરીરના ઇન્ફ્લોરેશનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ મેટાબોલિઝમને સુધારે છે અને કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ કરે છે.


પ્રોટીન રીચ વસ્તુઓ


40 થી 50 વર્ષની ઉંમર સુધીમાં મહિલાઓના સ્નાયુ નબળા પડતા જાય છે. સ્નાયુને થતા આ નુકસાન ને રોકવા માટે પર્યાપ્ત માત્રામાં પ્રોટીન લેવું જરૂરી હોય છે. તેથી આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ વધારે કરવો જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય.


મેથી


મેથી ખૂબ જ ગુણકારી વસ્તુ છે. મેથી શરીરમાં ફેટ સેલ્સ ને ઘટાડે છે. તેનાથી પાચન સુધરે છે અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તે કુદરતી એન્ટીઍજીંગ તત્વ ધરાવે છે જેના કારણે ત્વચા અને વાળને પણ નુકસાન થતું અટકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)