Green Juice Benefits: ગ્રીન જ્યુસ સાધારણ ફ્રુટ જ્યુસ કે સૂપ કરતાં વધારે હેલ્ધી ગણાય છે. કેટલીક ખાસ વસ્તુઓથી બનતા ગ્રીન જ્યુસ શરીરને હેલ્ધી રાખે છે અને સ્કીનને પણ ફાયદો કરે છે. બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત જે 47 વર્ષની છે પરંતુ દેખાવમાં 25 વર્ષ જેવી યુવાન દેખાય છે તે પણ તેના દિવસની શરૂઆત એક ગ્રીન જ્યુસ પીને કરે છે. મલ્લિકા શેરાવત જે ગ્રીન જ્યુસનું સેવન કરે છે તે એન્ટી એજીંગ ગુણ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: જીવનમાં સફળ અને સમૃદ્ધ થવું હોય તો આ 5 Negative વાતો ક્યારેય ન બોલવી, બદલી જશે જીવન


47 વર્ષે પણ મલ્લિકા શેરાવતના સારા સ્વાસ્થ્ય અને સુંદર ત્વચાનું રહસ્ય આ ગ્રીન જ્યુસ છે. આ ગ્રીન જ્યુસ પીવાથી મલ્લિકા શેરાવતની સ્કીન 20 વર્ષ પહેલા દેખાતી તેવી જ ટાઈટ અને સુંદર દેખાય છે. સાથે જ શરીરની ફીટનેસ પણ જળવાઈ છે. જે ગ્રીન જ્યુસ મલ્લિકા શેરાવત પીવે છે તે તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો. 


મલ્લિકા શેરાવતે તેના Instagram ની સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ગ્રીન જ્યુસ પીતી જોવા મળી હતી. આ ગ્રીન જ્યુસ લીલી ભાજી, કાકડી, લીલા સફરજન અને લીંબુના રસથી બને છે. આ ગ્રીન જ્યુસનું રોજ સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. 


આ પણ વાંચો: Hair Care:રાત્રે સૂતા પહેલા કરી લો બસ આટલું સરળ કામ, સવારથી જ વાળ તૂટવાનું ઓછું થશે


ગ્રીન જ્યુસથી શરીરને થતા ફાયદા 


1. આ ગ્રીન જ્યુસમાં લીંબુનો રસ અને લીલા પાનવાળા શાકભાજી હોય છે જે શરીરની ઇમ્યુનિટી વધારે છે. 


2. નિયમિત રીતે સવારે આ ગ્રીન જ્યુસ પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી સાથે જ એનર્જી લેવલ પણ સારું રહે છે. 


3. સવારે રેગ્યુલર આ ગ્રીન જ્યુસનો 1 ગ્લાસ પી લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: Potato Juice For Skin: અનેક વાનગીનો સ્વાદ વધારતા બટેટા ચહેરાની ચમક પણ વધારે છે


4. આ ગ્રીન જ્યુસ પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તેનાથી શરીર અને ત્વચા પર વધતી ઉંમરની અસરો ઝડપથી દેખાતી નથી. 


કઈ વસ્તુઓથી બને છે ગ્રીન જ્યુસ ?


આ પણ વાંચો: Lemon For Skin: લીંબુના રસથી ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ કરો દુર, જાણો ઉપયોગની રીત


જે ગ્રીન જ્યુસની અહીં વાત થઈ રહી છે તેને તમે લીલા પાન વાળા શાકભાજી જેમ કે પાલક, ધાણાના ઉપયોગથી બનાવી શકો છો. આ પાનમાં કાકડી અને એક લીલું સફરજન અને જરૂર અનુસાર લીંબુનો રસ મિક્સ કરી મિક્સરમાં બધી જ વસ્તુને સારી રીતે પીસી લો. તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને તેનું સેવન સવારે ખાલી પેટ કરો. નિયમિત આ જ્યુસ પીવાથી શરીરમાં ઝડપથી ફાયદો જોવા મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)