Apple: બાળકોના લંચ બોક્સમાં મુકવું હોય તો સફરજનને આ રીતે કાપવું, કલાકો પછી પણ કાળુ નહીં પડે એપલ
Apple Cutting Hacks: આજે તમને એવી ટીપ્સ જણાવીએ જે તમને ખૂબ કામ આવશે. આ ટીપ્સ વિશે જાણી લેશો તો તમને એક સૌથી મોટી સમસ્યાથી મુક્તિ મળી જશે. આ ટીપ્સની મદદથી કાપ્યા પછી પણ સફરજન કાળા નહીં પડે..
Apple Cutting Hacks: સફરજન ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. તેથી દરેક માતા પિતા ઈચ્છે છે કે તેનું બાળક સફરજન નિયમિત થાય પરંતુ સફરજનની એક સમસ્યા છે કે તેને કાપ્યા પછી થોડા સમયમાં તે કાળા પડવા લાગે છે. માતાઓ પોતાના બાળકના લંચ બોક્સમાં પણ સફરજન આપવા માંગે છે પરંતુ સફરજન કાળું થઈ જવાની સમસ્યાના કારણે લંચ બોક્સમાં આપી શકાતું નથી. સફરજન કાળું પડી જાય તો નાના બાળકો જ નહીં મોટા લોકો પણ તેને ખાવામાં મો વગાડે છે જોકે આ સમસ્યાને દૂર કરી શકાય છે.
આ પણ વાંચો: Potato: માર્કેટમાં ધડાધડ વેંચાય છે નકલી બટેટા, ખરીદી વખતે આ રીતે ચેક કરી લેવા બટેટા
આજે તમને અહીં એવી ટ્રિક્સ વિશે જણાવીએ જેને અપનાવશો તો સફરજન કાળા પડવાની સમસ્યાથી છુટકારો મળી જશે. આ ટ્રીક અપનાવવાથી સફરજન કાપ્યા પછી પણ લાંબા સમય સુધી ફ્રેશ દેખાશે. સફરજન કાપ્યા પછી કાળા પડી જાય તેનું મુખ્ય કારણ ઓક્સિડેશન હોય છે. જ્યારે સફરજનને કાપવામાં આવે છે તો તેની અંદરના કેટલાક ઓક્સિડેજ સક્રિય થઈ જાય છે. સફરજનની અંદરના આ તત્વ સફરજનનો રંગ કાળો અથવા તો ભૂરો કરે છે. સફરજન પ્રક્રિયાના કારણે કાળું પડે છે તેના સ્વાદમાં કોઈ જ ખરાબી આવતી નથી
આ પણ વાંચો: Night Routine: 50 વર્ષે પણ દેખાશો 30 જેવા જુવાન, સુતા પહેલા રોજ કરો આ 3 કામ
આ ટ્રીક્સ અપનાવી કાપો સફરજન
1. સફરજનને સારી રીતે ધોઈને સ્લાઈસમાં કટ કરો. કાપેલા સફરજન પર લીંબુનો રસ છાંટી દેવાથી તે ઝડપથી કાળું પડતું નથી.
2. જો તમે સફરજનમાં લીંબુ ઉમેરવા નથી માંગતા. તો એક બાઉલમાં થોડું પાણી ભરો અને તેમાં સંચળ ઉમેરો. હવે આ સંચળવાળા પાણીમાં સફરજન ની સ્લાઈસને 2 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર પછી સફરજનને પાણીમાંથી કાઢીને લંચ બોક્સમાં પેક કરી દો.
આ પણ વાંચો: કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ, આ 4 રીતે કરો મીઠા લીમડાનો ઉપયોગ, વાળના મૂળ મજબૂત થશે
3. સફરજનને લંચ બોક્સમાં આપવાનું હોય તો શક્ય હોય તો એર ટાઈટ લંચ બોક્સનો જ ઉપયોગ કરો. એર ટાઇટ કન્ટેનરમાં રાખશો તો સફરજનની ઓક્સિડેશનની પ્રક્રિયા સ્લો થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)