Hair Fall: આ તેલ લગાડશો તો ખરતા વાળની સમસ્યાથી મળશે કાયમી છુટકારો
Hair Fall: વાળની સમસ્યાઓથી કાયમી મુક્તિ જોતી હોય તો લવિંગના તેલનો ઉપયોગ કરો. લવિંગનું તેલ વાળને ચમકદાર અને ઘટ્ટ બનાવે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
Hair Fall: આયુર્વેદિક ઉપચારમાં લવિંગ સૌથી ઉપયોગી અને મહત્વની ઔષધી ગણાય છે. લવિંગ નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે અને તે વાળને પણ ફાયદો કરે છે. લવિંગ વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકે છે. આજે તમને જણાવીએ કે ખરતા વાળની સમસ્યાને મટાડવી હોય તો લવિંગ નો ઉપયોગ કેવી રીતે કરવો.
લવિંગનો ઉપયોગ શરદી ઉધરસ, દાંતનો દુખાવા અને અન્ય સમસ્યાઓમાં કરવામાં આવે છે. લવિંગનો ઉપયોગ ભોજનમાં પણ કરવામાં આવે છે. પરંતુ જો વાળ માટે લવિંગનો ઉપયોગ કરવાનો હોય તો તેનું તેલ વાપરવું. લવિંગનું તેલ વાળને પોષણ આપે છે અને ખરતા વાળની સમસ્યા દૂર કરે છે.
આ પણ વાંચો: ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો
લવિંગના તેલના ફાયદા
- વાળની સમસ્યાઓથી કાયમી મુક્તિ જોતી હોય તો લવિંગના તેલનો ઉપયોગ કરો. લવિંગનું તેલ વાળને ચમકદાર અને ઘટ્ટ બનાવે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
- લવિંગનું તેલ પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે જે વાળને મજબૂત બનાવે છે. તે વાળને જરૂરી વિટામીન અને ખનીજ પૂરા પાડે છે જેના કારણે વાળની મજબૂતી વધે છે. લવિંગના તેલનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ વધારે મજબૂત બને છે જેના કારણે વાળ તૂટવાની સંભાવના જ ઘટી જાય છે.
આ પણ વાંચો: Skin Care: 7 જ દિવસમાં ચહેરા પરના ડાઘ દૂર કરવા હોય તો અપનાવો આ 5 માંથી કોઈ એક નુસખો
- લવિંગ નું તેલ લગાડવાથી સ્કેલ્પમાં આવતી ખંજવાળ અને ડેન્ડ્રફથી મુક્તિ મળે છે. તેમાં રોગાણુંરોધી અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે માથામાં ઇસ્ટ વધવા દેતુ નથી. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા થતી નથી.
- લવિંગનું તેલ સ્કેલ્પને સાફ કરે છે અને તેનું ટેક્સચર પણ સુધારે છે. લવિંગનું તેલ વાળના મૂળને જીવંત કરે છે. તેનાથી વધારાનું તેલ અને અશુદ્ધિઓ દૂર થાય છે. પરિણામે વાળ ચમકદાર બને છે.
આ પણ વાંચો: મોંઘા હેર પ્રોડક્ટને કહો બાય બાય... આ આયુર્વેદિક નુસખાથી 7 દિવસમાં વાળ ખરતા બંધ થશે
- લવિંગના તેલનો અન્ય ફાયદો એ પણ છે કે તેનાથી સફેદ વાળની સમસ્યા પણ દૂર થાય છે. લવિંગનું તેલ લગાવવાથી વાળનું કુદરતી રંગ નીકળે છે. તેનાથી વાળને જરૂરી પોષણ પણ મળે છે તેથી વાળ અગાડી સફેદ થતા અટકે છે.
આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો:Skin Care: કોલેજન વધારે છે આ ખાસ ડ્રિંક, રોજ 1 કપ પીવાથી ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો
લવિંગના તેલને ડાયરેક્ટ માથામાં લગાડી શકાય છે. આ સિવાય તમે નાળિયેરના તેલની સાથે લવિંગનું તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો. રાતના સમયે વાળમાં તેલ લગાવીને છોડી દો અને સવારે શેમ્પુ કરી લો. આ રીતે રોજ તેનો ઉપયોગ કરવાથી વાળ અને લાંબા કાળા થશે અને ખરતા વાળ પણ અટકી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)