Glowing Skin: ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો, 5 મિનિટમાં દેખાશે અસર

Glowing Skin: જો ત્વચાને ગ્લોઇંગ અને ચમકદાર બનાવવી હોય તો તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો.  જેમાં ઘરમાં રહેલો ચણાનો લોટ ઉપયોગમાં લેવાય છે. ચણાનો લોટ ત્વચાને એક્સફોલીએટ કરે છે. તેનાથી ચેહરા પર લાગેલી ગંદકી અને એક્સ્ટ્રા ઓઇલ દૂર થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગથી ખીલ અને ડાઘ પણ દૂર થાય છે. સાથે જ ત્વચાની રંગત સુધરે છે.

Glowing Skin: ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા ચણાના લોટમાં આ 3 માંથી કોઈ 1 વસ્તુ મિક્સ કરી લગાવો, 5 મિનિટમાં દેખાશે અસર

Glowing Skin: દિવાળીના તહેવારમાં ત્વચાની રંગત ખીલી જાય તેવી ઈચ્છા દરેકની હોય છે. ત્વચા નીકળી અને બેદાગ દેખાય તે માટે સ્કીન કેર કરવામાં આવે છે અને સાથે જ ખાસ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ઘણા લોકો પાર્લરમાં જઈને મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે તેમ છતાં ઇચ્છિત રીઝલ્ટ મળતું નથી. કારણ કે ટ્રીટમેન્ટમાં જે પ્રોડક્ટ વપરાય છે તેમાં હાનિકારક કેમિકલ હોય છે. કેટલાક લોકોને આવા કેમિકલ સૂટ નથી કરતા. 

આવામાં જો ત્વચાને ગ્લોઇંગ અને ચમકદાર બનાવવી હોય તો તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો.  જેમાં ઘરમાં રહેલો ચણાનો લોટ ઉપયોગમાં લેવાય છે. ચણાનો લોટ ત્વચાને એક્સફોલીએટ કરે છે. તેનાથી ચેહરા પર લાગેલી ગંદકી અને એક્સ્ટ્રા ઓઇલ દૂર થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગથી ખીલ અને ડાઘ પણ દૂર થાય છે. સાથે જ ત્વચાની રંગત સુધરે છે. 

ચણાનો લોટ અને દહીં 

ચહેરાને ગ્લોઇંગ બનાવવા માટે ચણાના લોટમાં દહીં મિક્સ કરીને લગાડી શકાય છે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લઈ એક ચમચી દહીં મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી 15 મિનિટ છોડી દો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જાય છે. 

ચણાના લોટ અને ગુલાબજળ 

ગ્લોઈંગ સ્કીન માટે ચણાના લોટમાં ગુલાબજળ પણ મિક્સ કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી ચણાના લોટમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરો. જરૂર અનુસાર ગુલાબજળ મિક્સ કરી શકાય છે. ત્યાર પછી આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સુકાવા દો. 10 થી 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. 

ચણાનો લોટ અને લીંબુ 

ચણાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરી તેમાં જરૂર અનુસાર પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે છોડી દો. મિશ્રણ સુકાઈ જાય પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો..

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news