Skin Care: કોફી એવું પીણું છે જે તમને તુરંત તાજગીનો અનુભવ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી તમારા ચહેરા પર લગાડવાથી ચહેરો પણ તરોતાજા થઈ શકે છે ? કોફીના કેટલાક ફેસપેક લગાડવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે અને ત્વચા બેદાગ બને છે. જો તમે પણ ચહેરા પરથી ડાઘ ધબ્બા દૂર કરીને ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માંગો છો તો કોફીનો આ રીતે ત્વચા પર ઉપયોગ કરી શકો છો. આજે તમને જણાવીએ કોફીનો ખાસ ફેસપેક જે ત્વચાની વિવિધ સમસ્યાઓમાં ફાયદો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખીલ માટે ફાયદાકારક


જો તમારા ચહેરા પર ખીલની સમસ્યા હોય તો કોફીનો ફેસપેક લગાડવાથી ચહેરાના રોમછિદ્ર સાફ થશે અને ખીલ મટવા લાગશે. કોફીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે.


આ પણ વાંચો: 7 દિવસ ચહેરા પર લગાડો આ લેપ, આઠમા દિવસથી ત્વચાની સુંદરતાનું સીક્રેટ પુછવા આવશે લોકો


ડાર્ક સર્કલ દૂર થશે


કોફીનો ફેસપેક લગાડવાથી ડાર્ક સર્કલની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે. ઘણા લોકોને આંખની નીચે ડાર્ક સર્કલ હોય છે. તેવામાં કોફી લગાડવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને સ્કીન હેલ્ધી લાગે છે. કોફીમાં રહેલું કેફીન બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને ડાર્ક સર્કલ ઘટાડે છે.


ઓઈલી અને ડ્રાય સ્કિન માટે


કોફીનો ફેસપેક ઓઈલી અને ડ્રાય બંને પ્રકારની સ્કીન માટે ફાયદાકારક સાબિત થાય છે. કોફીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે ત્વચાને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી પણ બચાવે છે. 


આ પણ વાંચો: ફાટેલી એડીને 7 દિવસમાં બનાવો સોફ્ટ અને સુંદર, અજમાવો આ 5 માંથી કોઈ એક ઘરેલુ ઉપાય


ડાર્ક સ્પોટ દુર કરવા


જો તમારા ચહેરા પર ડાઘ ધબ્બા હોય તો કોફીનો ફેસપેક લગાડવાનું રાખો. કોફીમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ત્વચા પરથી ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. કોફીનો ઉપયોગ કરવાથી ત્વચાનો ઇવન ટોન દેખાય છે.


કેવી કોફીનો કરવો ઉપયોગ? 


આ પણ વાંચો: 40 પછીની ઉંમરે પણ દેખાવથી રહેવું હોય મલાઈકા જેવું તો ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ


કોફીનો ફેસપેક બનાવવા માટે ત્રણથી ચાર ચમચી કોફી પાવડરમાં, એક ચમચી ગુલાબજળ, એક ચમચી નાળિયેરનું તેલ અને એક ચમચી મધ મિક્સ કરો. હવે આ ફેસપેકને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને સુકાવા દો. આ પેસ્ટ સુકાઈ જાય એટલે હળવા હાથે માલિશ કરતાં કરતાં ચહેરો સાફ કરો. ત્યાર પછી સાદા પાણીથી ચહેરો ધોઈ અને લાઈટ મોઈશ્ચરાઈઝર લગાડો. અઠવાડિયામાં એક વખત કોફીનો આ રીતે ઉપયોગ કરશો તો તમારી ત્વચા સુંદર અને બેદાગ થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)