Hair Care: સિલ્કી વાળ માટે 10 મિનિટ માટે લગાડો આ વસ્તુ, શેમ્પૂ પછી કંડીશનર કરવાની નહીં પડે જરૂર
Hair Care Tips: વાળની સોફ્ટનેસ જાળવી રાખવા માટે તમે વાળમાં દહીં લગાડી શકો છો. દહીં લગાડવાથી વાળ સ્મુધ અને સિલ્કી થઈ જાય છે. જો તમે દહીંનો ઉપયોગ આ રીતે કરશો તો શેમ્પુ કર્યા પછી કન્ડિશનર નહીં કર્યું હોય તો પણ તમારા વાળ એકદમ મુલાયમ બની જશે.
Hair Care Tips: કહેવત છે કે સુંદરતા જોનારની આંખમાં હોય છે. પરંતુ તેમ છતાં સૌંદર્યનો ગાઢ સંબંધ હંમેશાથી વાળ સાથે રહ્યો છે. કાળા લાંબા અને સુંદર વાળ વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાડે છે. ખાસ કરીને યુવતીઓની સુંદરતા તેના લાંબા વાળથી ખીલી ઊઠે છે. તેથી જ યુવતીઓ પોતાના વાળની સુંદરતાને જાળવી રાખવા માટે પણ વિશેષ પ્રયત્ન કરે છે. તેના માટે માર્કેટમાં મળતા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ યુવતીઓ કરવાનું પસંદ કરે છે.
જોકે આ પ્રકારના પ્રોડક્ટમાં કેમિકલનો ઉપયોગ થયો હોય છે અને તે વાળ સંબંધિત બધી જ સમસ્યાને દૂર કરી પણ નથી શકતા. જેમકે વાળની સૌથી ગંભીર સમસ્યા હોય છે વાળની ડ્રાયનેસ. તેને દૂર કરવાનો દાવો તો ઘણા પ્રોડક્ટ કરે છે પરંતુ હકીકતમાં તેની અસર લાંબો સમય ટકતી નથી. જો તમારે વાળને કુદરતી રીતે સોફ્ટ અને શાઈનની બનાવવા હોય તો આજે તમને તેનો એક ઘરેલુ ઉપાયો જણાવીએ.
આ પણ વાંચો:
દાઝ્યા અને વાગ્યાના નિશાન ત્વચા પરથી કાઢવા માટ બેસ્ટ છે આ ઘરગથ્થુ નુસખા
Skin Care: ફેશિયલ કરાવવાની નહીં પડે જરૂર, ઘરે લીંબુ અને મીઠાથી ચહેરા પર આવી જશે ચમક
Hair care: કેળાના આ હેર માસ્ક રુક્ષ વાળને પણ વન વોશમાં બનાવી દેશે શાઈની અને સિલ્કી
આ ઘરગથ્થુ નુસખો અજમાવવાથી તમારા વાળની ડ્રાઇનેસ કાયમ માટે દૂર થઈ જશે. આ ઘરેલુ ઉપચાર અપનાવીને તમે રૂક્ષ વાળથી મુક્તિ મેળવી શકો છો. તેના માટે તમારે કોઈ નવી વસ્તુ ખરીદવાની પણ નથી કે ખર્ચ પણ નથી કરવાનો. ઘરમાં રોજ બનતી આ વસ્તુ તમારા વાળની સોફ્ટનેસને જાળવી રાખવામાં તમને મદદ કરી શકે છે.
વાળની સોફ્ટનેસ જાળવી રાખવા માટે તમે વાળમાં દહીં લગાડી શકો છો. દહીં લગાડવાથી વાળ સ્મુધ અને સિલ્કી થઈ જાય છે. જો તમે દહીંનો ઉપયોગ આ રીતે કરશો તો શેમ્પુ કર્યા પછી કન્ડિશનર નહીં કર્યું હોય તો પણ તમારા વાળ એકદમ મુલાયમ બની જશે.
કેવી રીતે કરવો દહીંનો ઉપયોગ?
વાળને સ્મુધ અને સિલ્કી બનાવવા માટે શેમ્પુ કરવાનું હોય તેની દસ મિનિટ પહેલા વાળમાં સારી રીતે દહીં લગાડવું. વાળમાં દહીં થોડી સુધી રાખો અને પછી વાળને માઈલ્ડ શેમ્પુથી વોશ કરો. આ રીતે જ્યારે પણ વાળ ધોવાના હોય ત્યારે દહીંનો ઉપયોગ કરવાથી વાળની ડ્રાયનેસ અંદરથી દૂર થઈ જશે જેના કારણે તમારા વાળ ખરતા પણ અટકશે અને ડ્રાયનેસ દુર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)