Hair Growth Mask: કમર સુધી લાંબા અને સુંદર વાળ વ્યક્તિત્વને વધારે આકર્ષક બનાવે છે. ઘણી યુવતીઓને લાંબા વાળ ગોડ ગિફ્ટ તરીકે મળેલા હોય છે અને કેટલીક યુવતીને વાળ લાંબા કરવા માટે પણ ખૂબ જતન કરવું પડે છે. વાળને લાંબા અને સુંદર બનાવવા માટે મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે તેવું જરૂરી નથી. તમે કેટલાક ઘરેલુ નુસખાની મદદથી પણ ઝડપથી વાળને લાંબા કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને બે એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી ગણતરીના દિવસોમાં જ તમારા વાળ પણ કમર સુધી લાંબા થઈ શકે છે. આ બે વસ્તુઓ એવી છે જે જાદુની જેમ અસર કરે છે અને વાળના ગ્રોથને વધારે છે સાથે જ વાળને મજબૂત પણ બનાવે છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ વાળને લાંબા અને મજબૂત કરવાની સિક્રેટ ટીપ્સ. 


આ પણ વાંચો: સંતરાની છાલનો ઉપયોગ કરી આ રીતે ઘરે બનાવો ઓરેન્જ પીલ માસ્ક, 10 મિનિટમાં દેખાશે ગ્લો


વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આમળા અને લીમડાના પાન ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આ બંને વસ્તુ વાળનો ગ્રોથ વધારે છે અને વાળને હેલ્ધી રાખે છે. તેનો ઉપયોગ વાળમાં કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય. તેથી તમે ચિંતા મુક્ત થઈને તેનો ઉપયોગ કરી શકો છો. 


આ પણ વાંચો: ઝાડુ જેવા વાળને રેશમ જેવા બનાવી દેશે આ હેર માસ્ક, પહેલીવારના ઉપયોગથી જ દેખાશે અસર


મીઠા લીમડાના પાનમાં એવા તત્વ હોય છે જે વાળને પોષણ આપે છે અને લાંબા કરવામાં મદદ કરે છે. આમળા પણ વાળના મૂળને મજબૂત બનાવે છે અને સ્કેલ્પને હેલ્ધી રાખે છે. જેથી વાળ ખરતા અટકે છે. આ બંને વસ્તુનું મિશ્રણ વાળમાં લગાડવાથી વાળને જરૂરી વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ પણ મળે છે જેનાથી વાળ સુંદર દેખાય છે. 


કેવી રીતે બનાવવું હેર માસ્ક ? 


આ પણ વાંચો: પુરુષોને પણ ફાયદો કરે છે એલોવેરા, જાણો ત્વચાની કઈ સમસ્યામાં કેવી રીતે કરવો ઉપયોગ


આમળા અને લીમડાના પાનનું હેર માસ્ક બનાવવા માટે આમળાને નાના ટુકડામાં સુધારી લો સાથે જ અડધો કપ મીઠા લીમડાના પાન લેવા. બંને વસ્તુને પાણીથી સાફ કરી મિક્સરમાં ઉમેરી તેની પેસ્ટ બનાવી લો. આ બંને વસ્તુની પેસ્ટ બનાવવા માટે વધારે પાણીનો ઉપયોગ ન કરો. પેસ્ટ એકદમ ઘટ્ટ બને તે વાતનું ધ્યાન રાખો. પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને વાળમાં સારી રીતે લગાડો. ઓછામાં ઓછી 30 મિનિટ માટે આ પેસ્ટને વાળમાં રહેવા દો અને પછી સાદા પાણીથી સાફ કરો. 


જો તમારે વાળને શેમ્પુ કરવા હોય તો આ પેસ્ટ લગાડ્યાના બે કલાક પછી વાળને શેમ્પુ કરો. અઠવાડિયામાં એક થી બે વખત આ પેસ્ટ વાળમાં લગાડશો એટલે તમને વાળના ગ્રોથમાં ફેરફાર જોવા મળશે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ગણતરીના દિવસોમાં જ વાળની લંબાઈ વધવા લાગે છે.


આ પણ વાંચો: Lips Care: શિયાળામાં થતી ડ્રાય લિપ્સની સમસ્યાથી મુક્તિ મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)