Lips Care: શિયાળામાં થતી ડ્રાય લિપ્સની સમસ્યાથી મુક્તિ મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય
Winter Lips Care: જો તમે પણ શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી ત્રાસી ગયા છો તો આજે તમારી આ સમસ્યાનું સમાધાન પણ તમને જણાવી દઈએ. આજે તમને એક એવો ઉપાય જણાવીએ જે તમારા હોઠ ને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવી દેશે.
Trending Photos
Winter Lips Care: કેટલીક એવી સમસ્યાઓ હોય છે જે શિયાળામાં સૌથી વધુ સતાવે છે. આવી જ એક સમસ્યા છે હોઠ ફાટવાની. શિયાળો શરૂ થાય એટલે હોઠ ફાટવાની શરૂઆત થઈ જાય છે. ઠંડીના કારણે હોઠ ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. જો તમે પણ શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી ત્રાસી ગયા છો તો આજે તમારી આ સમસ્યાનું સમાધાન પણ તમને જણાવી દઈએ. આજે તમને એક એવો ઉપાય જણાવીએ જે તમારા હોઠ ને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવી દેશે.
એલોવેરા અને ખાંડનું સ્ક્રબ
શિયાળામાં ઠંડી હવા અને ડ્રાય વાતાવરણના કારણે હોઠનું મોઈશ્ચર ઉડી જાય છે. જેના કારણે હોટ ફાટવા લાગે છે અને તેમાંથી લોહી પણ નીકળે છે. ડ્રાય અને ફાટેલા હોઠને રિપેર કરવા માટે આ ઘરેલુ ઉપાય અસરકારક છે. તેના માટે એલોવેરા જેલમાં થોડી ખાંડ ઉમેરીને આ સ્ક્રબને હોઠ પર લગાડો. તેનાથી હોઠ પરની ડેડ સ્કિન દૂર થઈ જશે. ત્યાર પછી હોઠ પર નાળિયેર તેલ લગાડી લો.
મધ અને એલોવેરા
મધ અને એલોવેરાનું મિશ્રણ પણ હોઠ માટે ફાયદાકારક છે તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે હોઠને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે અને ફાટતા અટકાવે છે. તેના માટે એક નાનકડી ડબ્બીમાં એલોવેરા જેલ અને મધને સમાન માત્રામાં મિક્સ કરી લો હવે દિવસ દરમિયાન આ મિશ્રણનો ઉપયોગ લિપ બામની જેમ કરો. દિવસમાં બેથી ત્રણ વખત તેને લગાડશો તો તમારા હોઠ સોફ્ટ અને મુલાયમ થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે