Home Remedies For Dark Spots: દરેક યુવતી ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તેની ત્વચા સુંદર, બેદાગ અને યુવાન  જ રહે. પરંતુ આવું શક્ય નથી હોતું. કારણ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેની અસર પણ ચહેરા પર દેખાવા લાગે છે. ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ, પીગમેન્ટેશન, ફાઈન લાઇન્સ અને ડાર્ક સ્પોટ પણ બનવા લાગે છે. વધતી ઉંમરે સ્કીન ઢીલી પણ પડવા લાગે છે. આ બધું થવું નિશ્ચિત હોય છે. પરંતુ તેને તમે ટાળી પણ શકો છો. જો તમે સમયસર સ્કીન કેર ઉપર ધ્યાન આપો અને યોગ્ય રીતે ત્વચાની માવજત કરો તો વધતી ઉંમરના આ લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે. આજે તમને એક એવો જ સરળ ઉપાય જણાવીએ જેની મદદથી તમે આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સ્ટીલના વાસણમાં આ વસ્તુઓ પકાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, ખરાબ થઈ જાય છે તબિયત


Weight Loss Tips: આ 4 વસ્તુઓ રોજ ખાવાથી 15 દિવસમાં ઓગળી જશે પેટની લટકતી ચરબી


ખરતા વાળથી છો પરેશાન? ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો, ટાલમાં પણ ઉગશે નવા વાળ


ચહેરા પર જ્યારે કાળા ધબ્બા દેખાવા લાગે તો તેના કારણે ચહેરો ખરાબ દેખાય છે. ચેહરા પર ગાલ, કપાળ સહિતના ભાગોમાં દેખાતા કાળા ધબ્બા લુકને ખરાબ કરે છે. તમે મેકઅપ વડે તેને થોડી કલાક માટે છુપાવી શકો છો પરંતુ જો તમારે આ ડાઘને ચહેરા પરથી કાયમ માટે દૂર કરવા હોય તો આ નુસખો અજમાવો. તેનાથી ત્વચાના ડાઘ દૂર થઈ જાય છે.


નાળિયેર તેલ અને હળદર


નાળિયેર તેલ અને હળદર બંને ઔષધીય ગુણથી ભરપૂર હોય છે અને તે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જે ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ નાળિયેર તેલમાં પણ એવા તત્વ હોય છે જે ત્વચાને લાભ કરે છે. જો તમે રોજ રાતે સુતા પહેલા એક ચમચી નાળિયેરના તેલમાં એક ચપટી હળદર ઉમેરીને ચહેરા અને ગરદન પર અપ્લાય કરી છોડી દેશો તો એક અઠવાડિયામાં જ તમારી ત્વચા સુંદર અને બેદાગ થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)