Milk Benefits: વધતા પ્રદૂષણ અને ખાવાપીવાની ખરાબ આદતોના કારણે સૌથી વધુ નુકસાન ત્વચાને થાય છે. ત્વચાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લોકો મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે પરંતુ તેનાથી ઈચ્છિત પરિણામ મળતું નથી. જો કે તમે તમારા ચહેરા પર કાચું દૂધ લગાવીને પણ ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધમાં અનેક પ્રકારના પોષકતત્વો જોવા મળે છે. તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને જો તમે કાચા દૂધને ચહેરા પર લગાવો છો તો તેનાથી ત્વચાને જોરદાર ફાયદા થાય છે. 


કાચા દૂધથી ત્વચાને થતા ફાયદા


આ પણ વાંચો:


ત્વચા માટે વરદાન છે મુલતાની માટી, આ વસ્તુઓ સાથે ઉપયોગ કરવાથી મળશે ઇન્સ્ટન્ટ ગ્લો


Hair Fall: ખરતા વાળ પાછળ જવાબદાર હોય છે આ 4 કારણ, સમય રહેતા કારણ જાણી સમસ્યા કરો દુર


1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના ઘરેલુ વસ્તુઓથી ગ્લોઈંગ સ્કીન મેળવવી શક્ય, અજમાવો આ નુસખા


1. ચહેરા પર કાચું દૂધ લગાવી અને 7-8 મિનિટ સુધી મસાજ કરવી. ત્યાર પછી તેને સ્વચ્છ પાણીથી સાફ કરવું. દરરોજ આમ કરવાથી ત્વચા ચમકવા લાગશે.


2.  જો તમે તમારા ચહેરા પરની કરચલીઓથી પરેશાન છો તો રોજ કાચા દૂધથી ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી માલિશ કરો. આમ કરવાથી કરચલીઓથી છુટકારો મેળવી શકો છો.


3. જો તમને વારંવાર ખીલ થાય છે તો ક્રીમ લગાવવાને બદલે કાચું દૂધ લગાવો અને તેને 20-25 મિનિટ સુધી રહેવા દો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમને તેની અસર દેખાવા લાગશે.


4. ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે કાચા દૂધનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે રુની મદદથી તમારી આંખોની આસપાસ કાચું દૂધ લગાવો અને તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને પછી સાદા પાણીથી ચહેરો સાફ કરો.


5. જો તમારો ચહેરો ટેન થઈ ગયો છે તો રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર કાચું દૂધ લગાવો અને 7-8 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી ટેનિંગની સમસ્યા દૂર થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)