Hair Fall: ખરતા વાળ પાછળ જવાબદાર હોય છે આ 4 કારણ, સમય રહેતા કારણ જાણી સમસ્યા કરો દુર

Hair Fall: ખરતા વાળ ચિંતાની બાબત ત્યારે બની જાય છે ત્યારે ઓશિકા પર, બાથરુમમાં, કાંસકામાં અને ઘરમાં દરેક જગ્યાએ વાળ જ વાળ દેખાવા લાગે. જો વાળને ખરતા અટકાવવામાં ન આવે તો તેનાથી ટાલ પણ પડી શકે છે. ખરતા વાળની સમસ્યાને દુર કરવી હોય તો સૌથી પહેલા વાળ કયા કારણથી ખરે છે તે જાણવું જરૂરી થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ વાળ ખરવા પાછળ જવાબદાર કારણ વિશે.

Hair Fall: ખરતા વાળ પાછળ જવાબદાર હોય છે આ 4 કારણ, સમય રહેતા કારણ જાણી સમસ્યા કરો દુર

Hair Fall: આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી લાખો લોકોને પરેશાન છે. વાળ વધારે ખરવા લાગે તો તે ચિંતાનો વિષય બની જાય છે. ઘણા કારણોને લીધે વાળ નબળા પડતા જાય છે અને પછી તે વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. ખરતા વાળ ચિંતાની બાબત ત્યારે બની જાય છે ત્યારે ઓશિકા પર, બાથરુમમાં, કાંસકામાં અને ઘરમાં દરેક જગ્યાએ વાળ જ વાળ દેખાવા લાગે. જો વાળને ખરતા અટકાવવામાં ન આવે તો તેનાથી ટાલ પણ પડી શકે છે. 

ખરતા વાળની સમસ્યાને દુર કરવી હોય તો સૌથી પહેલા વાળ કયા કારણથી ખરે છે તે જાણવું જરૂરી થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ વાળ ખરવા પાછળ જવાબદાર કારણ વિશે.

આ પણ વાંચો:

1. પોષક તત્વોનો અભાવ
વાળને મજબૂત રાખવા માટે વિટામિન ઇ, વિટામિન ડી, પ્રોટીન સહિત ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. જો આતેની ઉણપ હોય તો વાળ ખરવા લાગે છે.

2. કેમિકલ અને હીટ ટ્રીટમેન્ટ
આજકાલ વાળને સુંદર અને આકર્ષક બનાવવા માટે કેમિકલ આધારિત પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટ કરાવવાનું ચલણ વધ્યું છે. તેના કારણે વાળને લાંબા ગાળે નુકસાન થાય છે.

3. ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે જેના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

4. હોર્મોન્સનું અસંતુલન
કેટલાક લોકો હાઈપોથાઈરોડિઝમ અથવા લો થાઈરોઈડનો શિકાર હોય છે. આ સ્થિતિમાં હોર્મોન્સ સતત બદલે છે. આ સિવાય ઘણી મહિલાઓને PCOSની સમસ્યા હોય છે જેમાં પણ હોર્મોનલ અસંતુલનના કારણે વાળ નબળા પડી ખરવા લાગે છે.

ખરતા વાળને અટકાવવાના ઉપાય

આ પણ વાંચો:

પોષણયુક્ત આહાર લેવો
વાળ માટે આયરન સૌથી વધુ જરૂરી છે. તેના માટે લીલા પાંદડાવાળા શાકભાજી અને બદામ ખાવા જોઈએ. આ ઉપરાંત પ્રોટીન માટે સીફૂડ, કઠોળ, સોયાબીન ખાવાનું રાખવું જોઈએ. ઈંડા અને એવોકાડો ખાવાથી પણ લાભ થાય છે. 
 
વિટામિન ડી
વાળ માટે પણ વિટામિન ડી જરૂરી છે. અને વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશમાં નીકળવું જરૂરી છે. તેના માટે સવારના કુણા તડકામાં બેસવું જોઈએ. તેનાથી વાળ મજબૂત થશે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news