Astro Tips Of Asafoetida: ઘરના રસોડામાં હીંગનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે. જેમાં તેની સુગંધ ખોરાકનો સ્વાદ વધારે છે. તે જ સમયે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જીવનની તમામ સમયસ્યાઓને દૂર કરવા માટે પણ હીંગથી અનેક ઉપાયો થઈ શકે છે. જ્યોતિષમાં હીંગને  મુશ્કેલીઓને નાશ કરનાર પણ કહેવામાં આવે છે. હીંગના કેટલાક એવા ઉપાય છે પૈસાની તંગીને પણ દૂર કરે છે. 
 
હીંગના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉપાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવામાંથી મળશે છૂટકારો
જો તમારા માથે દેવુ છે અને તેનાથી તમે પરેશૈાન છો તો તમે હીંગને એક ગઠ્ઠો પાણીમાં ઓગાળીને તેનાથી સ્નાન કરવાનું રાખો. જેથી દેવામાંથી તમને ઝડપથી રાહત મળી જશે. આ સિવાય લાલ રંગ ભેળવી હીંગનું દાન કરવાથી પણ દેવામાંથી મુક્તિ મળશે.
  
નકારાત્મક ઉર્જાનો થશે નાશ
જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય તો 5 ગ્રામ હીંગ, 5 ગ્રા કપૂર અને 5 ગ્રામ કાળા મરીને પાવડર બનાવીને તેમાંથી નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ ગોળીઓને સરખા ભાગમાં વહેંચો. આ ગોળીઓ ઘરમાં એક સવારે અને એક સાંજ સૂર્યાસ્તના સમયે સળગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ ઉપાય સતત 3 દિવસ સુધી કરવાથી થશે ફાયદો.


શું તમે પણ વારંવાર ગરમ કરેલી ચા પીઓ છો? થશે આ મસમોટું નુક્સાન, આજથી જ કરો બંધ


જો જો પાર્ટનરને કિસ કરવામાં ધ્યાન રાખજો...ચુંબનથી આ 5 ગંભીર બીમારીઓનું જોખમ


Relationship: જાણો પુરૂષોને કેમ પસંદ છે બટકી છોકરીઓ, આ રહ્યા 7 કારણો


હીંગના ઉપાયથી ભૂતથી પણ મળશે છૂટકારો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હીંગનો આ ઉપાય ઘરમાં કોઈપણ પ્રકારના ભૂત-પ્રેત, બાધા અને તંત્ર-મંત્રને બેઅસર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે હીંગના પાણીથી કોગળા કરો. જો આ ઉપાય પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે તો તેની અસર જલદી જ જોવા મળે છે. 
  
હીંગના ઉપાયથી અટકેલા કામો થશે પૂરા
જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે અથવા તમને કોઈ કામમાં ફળતા નથી મળી રહી તો એક ચપટી  હીંગ લઈને તેને ઉત્તર દિશામાં ફેંકી દો. આવું કરવાથી તમારા અટકેલા કામો થશે પૂરા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube