Kiss Day 2023: જો જો પાર્ટનરને કિસ કરવામાં ધ્યાન રાખજો...ચુંબનથી આ 5 ગંભીર બીમારીઓનું રહેલું છે જોખમ

Kiss Day 2023: હાલ વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલુ છે. દર વર્ષે વેલેન્ટાઈન ડેનો આગળનો દિવસ કિસ ડે તરીકે ઉજવાય છે. આમ તો સંબંધમાં ચુંબનનું એક આગવું મહત્વ છે. પરંતુ એ વાતના પણ વૈજ્ઞાનિક પુરાવા છે કે કિસ કરવાથી અનેક ખતરનાક ચેપ અને બીમારીઓનું જોખમ પણ વધે છે. 

Kiss Day 2023: જો જો પાર્ટનરને કિસ કરવામાં ધ્યાન રાખજો...ચુંબનથી આ 5 ગંભીર બીમારીઓનું રહેલું છે જોખમ

Kiss Day: પ્રેમમાં પાર્ટનરને કિસ કરવી સામાન્ય વાત છે. અતૂટ સંબંધ અને પ્રેમ જતાવવા માટે પાર્ટનર એકબીજાને ચુંબન કરતા હોય છે. દર વર્ષે વેલેન્ટાઈન ડેનો પહેલાનો દિવસ કિસ ડે તરીકે સેલિબ્રેટ થાય છે. આમ તો પ્રેમમાં ચુંબન સુખની અનુભૂતિ કરાવે છે. પરંતુ એ વાતના પણ વૈજ્ઞાનિક પ્રમાણ છે કે કિસ કરવાથી અનેક પ્રકારના ખતરનાક સંક્રમણ અને બીમારીઓનું પણ જોખમ રહેલું છે. આ અંગે વિસ્તારથી જાણો. 

હર્પીસ
સામાન્ય રીતે હર્પીસના વાયરસ બે પ્રકારના હોય છે.  HSV-1 અને HSV-2. હેલ્થલાઈનના એક રિપોર્ટ મુજબ HSV-1 વાયરસ કિસ કરવાથી સરળતાથી ફેલાઈ શકે છે. 50 વર્ષથી ઓછી ઉંમરના 67 ટકા લોકોમાં તે થવાની સંભાવના છે. મોઢા કે ગુપ્તાંગમાં લાલ કે સફેદ રંગના છાલા તેના પ્રમુખ લક્ષણ મનાય છે. અનેકવાર આ સંક્રમણ લક્ષણો વગર પણ ઘેરી લે છે. 

 HSV-2 એ હર્પીસનો બીજો પ્રકાર છે. જેને જેનિટલ હર્પીસ પણ કહે છે. આમ તો તે સામાન્ય રીતે શારીરિક સંબધ બાંધવાથી ફેલાય છે. પરંતુ તેના ચુંબન દ્વારા ફેલાવવાની પણ સંભાવના રહેલી છે.  HSV-2 ના લક્ષણ પણ HSV-1 જેવા હોય છે. જો વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ નબળી હોય તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આથી આ મામલે જરાય બેદરકારી ન વર્તો. 

Kiss Day 2022: Know significance and meaning of different kinds of kisses |  Culture News | Zee News

સાઈટોમેગાલોવાયરસ
સાઈટોમેગાલોવાયરસ (CMV) એક એવું વાયરલ ઈન્ફેક્શન છે જે સલાઈવા કે લાળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત આ વાયરસ યુરિન, બ્લડ, સીમેન અને બ્રેસ્ટ મિલ્ક દ્વારા પણ સરળતાથી ફેલાઈ શકે છે. તે મોટાભાગે મોઢા કે ગુપ્તાંગના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. આથી આ તેને એક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનલ (STI) પણ કહે છે. થાક, ગળામાં ખારાશ, તાવ અને શરીર તૂટવું CMV ના મુખ્ય લક્ષણો છે. 

સિફલિસ
સિફલિસ એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે જે  કિસ કે સેક્સ્યુઅલ એક્ટિવિટિઝ દરમિયાન થઈ શકે છે. સિફલિસના સંપર્કમાં આવવાથી મોઢાની અંદર ઘા કે છાલા જેવી સમસ્યાઓ થાય છે. જો કે આ ઈન્ફેક્શનને એન્ટીબાયોટિક્સ દવાઓથી કંટ્રોલ કરી શકાય છે. જો તેનો સમયસર ઈલાજ ન કરાવવામાં આવે તો તે ખુબ ઘાતક સાબિત થઈ શકે છે. તાવ, માથાનો દુ:ખાવો, ગળામાં ખારાશ, શરીર તૂટવું, ધૂંધળું દેખાવવું, હ્રદય સંબંધિત પરેશાની, બ્રેઈન ડેમેજ કે મેમરી લોસ તેના પ્રમુખ લક્ષણો ગણાય છે. 

Bollywood most controversial kisses on Kiss Valentine Week kiss special | Kiss  Day: इन बॉलीवुड हस्तियों की kiss ने जब मचाया था बवाल, एंटरटेनमेंट इंडस्ट्री  की पलटी थी काया | Hindi News,

મેનિન્જાઈટિસ
કિસ કરવાથી લોકો મેનિન્જાઈટિસનો પણ ભોગ બની શકે છે. આ બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામાન્ય રીતે કિસ કરવાથી ફેલાય છે. તાવ, માથાનો દુ:ખાવો કે ગળું જકડાઈ જવું વગેરે તેના મુખ્ય લક્ષણો છે. શરીરમાં જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો. 

રેસ્પિરેટરી વાયરસ
સામાન્ય રીતે રેસ્પિરેટરી સિસ્ટમ સંલગ્ન સમસ્યા માટે ઓરી, શરદી કે ફ્લૂને જવાબદાર ગણવામાં આવે છે આ વાયરસ સંક્રમિત વ્યક્તિની સાથે એક રૂમમાં રહેવા કે તેની વસ્તુઓના ઉપયોગ કરવાથી પણ ફેલાઈ શકે છે. જો કે કિસ કરવાથી તેના ફેલાવવાની સંભાવનાઓ ખુબ વધી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news