Salt Remedies: એક ચપટી મીઠું...તમારું નસીબ ચમકાવી શકે છે, તમને માલામાલ કરી શકે છે
રસોડામાં ભોજન તૈયાર કરવામાં તો મીઠાનો ઉપયોગ થતો જ હોય છે પરંતુ શું તમને ખબર છે કે સ્વાદ વધારવાની સાથે સાથે મીઠાનો ઉપયોગ નસીબ ચમકાવવામાં થઈ શકે છે
રસોડામાં ભોજન તૈયાર કરવામાં તો મીઠાનો ઉપયોગ થતો જ હોય છે પરંતુ શું તમને ખબર છે કે સ્વાદ વધારવાની સાથે સાથે મીઠાનો ઉપયોગ નસીબ ચમકાવવામાં થઈ શકે છે. વાસ્તુના જાણકારોનું કહેવું છે કે મીઠું સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એટલું જ નહીં મીઠું ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. એવી માન્યતા છે કે મીઠું ક્યારેય કોઈ ધાતુમાં ન રાખો. તેને હંમેશા કાચની બરણીમાં રાખવું વધુ સારું રહે છે. આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે અને ધનની પણ કમી રહેતી નથી.
વાસ્તુ પ્રમાણે મીઠાનો ઉપયોગ વિવિધ પ્રકારે થાય છે. ખાસ જાણો...
આર્થિક તંગી દૂર કરવા માટે
વાસ્તુ મુજબ આર્થિક તંગી દૂર કરવા માટે એક કાચની વાટકીમાં બે ચમચી મીઠું અને 4થી 5 લવિંગ લો. આ વાટકી ઘરના કોઈ ખૂણે રાખી દો. એવી જગ્યાએ મૂકો કે કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનનું આગમન ફરીથી શરૂ થઈ જાય છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે.
પરિવારમાં સુખ શાંતિ માટે
ઘરમાં થતા કલેશ અને ઝઘડાથી છૂટકારો મેળવવા માટે પોતું કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું નાખીને પોતા કરવાથી લાભ થશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આમ તો આ ઉપાય રોજ અજમાવો તો સારું પરંતુ જો રોજ ન કરી શકો તો મંગળવારે તો ચોક્કસ કરવો.
તણાવ દૂર કરવા માટે
જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ સવારે ન્હાતી વખતે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તણાવ દૂર થાય છે અને વ્યક્તિમાં સકારાત્મકતાનો સંચાર પણ થાય છે.
નકારાત્મકતા દૂર કરવા માટે
ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ થાય છે. આ માટે બાથરૂમમાં એક કાંચની વાટકીમાં મીઠું લો અને ક્યાંક ઊચી જગ્યાએ મૂકી દો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો સંચાર થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube