Ayodhya Tourist Places: વિશ્વભરના લોકોની નજર હાલ રામ મંદિર પર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલા ની સ્થાપના કરવામાં આવશે. અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં હાલ પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરોરથી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં લોકો રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચશે. જોકે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ફક્ત એ જ લોકોને પ્રવેશ કરવાની અનુમતિ હશે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. બધા જ શ્રદ્ધાળુઓને દર્શનની અનુમતિ નહીં હોય. તમારે જ્યારે પણ અયોધ્યાની મુલાકાતે જવાનું થાય ત્યારે અહીંના આ પર્યટન સ્થળ પણ જોવા જવું જ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:White Hair: સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, રસોડાની આ 3 વસ્તુઓનો કરવાનો છે ઉપયોગ


કનક ભવન


અયોધ્યામાં જ રામ મંદિરની પાસે તુલસી નગરમાં કનક ભવન આવેલું છે. તેને સોનાનું ઘર પણ કહેવાય છે. માન્યતા છે કે લગ્ન પછી શ્રીરામ અને માતા સીતા આ મહેલમાં રહેતા હતા. 


નાગેશ્વર નાથ મંદિર


અયોધ્યામાં નાગેશ્વર નાથ મંદિરના દર્શન પણ કરવા જોઈએ. અયોધ્યાના મુખ્ય પર્યટન સ્થળમાંથી એક આ મંદિર પણ છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીરામના પુત્ર કુશ એ કરાવ્યું હતું. અહીં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.


આ પણ વાંચો: Skin Care: શિયાળામાં પણ વધારવી હોય ચહેરાની સુંદરતા તો આ રીતે કરો મલાઈનો ઉપયોગ


તુલસી સ્મારક ભવન


ગૌસ્વામી તુલસીદાસની યાદમાં તુલસી સ્મારક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ભવન જે જગ્યાએ બન્યું છે ત્યાં જ તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી હતી.


બહૂ બેગમ મકબરા


અયોધ્યા જિલ્લાની સૌથી ઊંચી સંરચના છે આ મકબરો. નવાબ શુજા ઉદ દૌલાની પત્ની બેગમ ઉન્મતુજ્જોહરાને સમર્પિત છે આ મકબરો. આ જગ્યાને એએસઆઈએ સંરક્ષિત કરી છે.


આ પણ વાંચો: Dry skin: જો આ પાંચ નુસખા અજમાવશો તો શિયાળામાં નહીં ફાટે હાથ અને પગની ત્વચા


ગુલાબ બાડી


નામ પરથી જ ખબર પડી જાય છે કે આ જગ્યા ગુલાબ અને હરિયાળીથી ભરપૂર બગીચો છે. ગુલાબ વાડી વૈદેહી નગરમાં આવેલી છે. આ એક નેશનલ હેરિટેજ સાઈટ છે. ગુલાબ વાડીનું નિર્માણ 18 મી સદીમાં થયું હતું.