Hair Fall: આજના સમયમાં ખરતા વાળની સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ માથાના વાળ ઓછા થવા લાગે છે. આવું થાય તે સામાન્ય કહી શકાય. પરંતુ નાની ઉંમરમાં જ જો વાળ હદ કરતાં વધારે ખરતા હોય તો તે ગંભીર સમસ્યા હોઈ શકે છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો મોંઘા હેર પ્રોડક્ટ અને દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ આવી વસ્તુઓને પણ લાંબા સમય સુધી વાપરવામાં આવે તો તે નુકસાન કરે છે. સાથે જ મોંઘી વસ્તુઓનો ઉપયોગ આર્થિક રીતે પણ પરવડતો નથી. તેને બદલે તમે પ્રાચીન આયુર્વેદિક નુસખાની મદદથી ખરતા વાળની સમસ્યાથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Skin Care: કોલેજન વધારે છે આ ખાસ ડ્રિંક, રોજ 1 કપ પીવાથી ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો


ખરતા વાળની સમસ્યા દૂર કરવી હોય તો સૌથી પહેલા શરીરને જરૂરી પોષક તત્વો મળે તે વાત પર ધ્યાન આપો. ડાયટમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ અને જરૂરી વિટામીનનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરો. આ સિવાય આમળા, અખરોટ અને પાલકનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરો. આ વસ્તુઓ વાળને પોષણ આપે છે. આ ઉપરાંત ભોજન ની સાથે દહીં, ઘી અને મધનું સેવન પણ કરો.  ખાવા પીવામાં આ વસ્તુઓ ઉમેરવાની સાથે નીચે દર્શાવેલો આયુર્વેદિક નુસખો અજમાવવાની શરૂઆત કરી દો. 


આ પણ વાંચો: Triphala: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન હેલ્ધી


ખરતા વાળને અટકાવવા હોય તો નાળિયેર, ભૃંગરાજ, ત્રિફળા અને કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી જ વસ્તુઓમાં ભૃંગરાજ વાળ માટે જડીબુટ્ટી સાબિત થાય છે. તેને લગાડવાથી વાળમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, ખોડો મટે છે અને વાળના મૂળ મજબૂત થાય છે. ભૃંગરાજ નો ઉપયોગ કરવો હોય તો તલના તેલમાં ભૃંગરાજના એક મુઠ્ઠી પાન ઉમેરીને સારી રીતે ઉકાળો. તેલ જ્યારે ઉકળીને અડધું રહી જાય તો તેને ગાળી લો અને પછી નિયમિત વાળમાં આ તેલથી માલિશ કરો. 


આ પણ વાંચો: White Hair: આ 5 કામ કરવાથી અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, ઉંમર વધશે પણ વાળ કાળા જ રહેશે


ખરતા વાળને અટકાવશે તલ 


વાળને મજબૂત બનાવવા માટે તલ પણ ઉપયોગી છે. ખરતા વાળની સમસ્યા હોય તો તલ તેના માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તલ આયરન અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેનાથી વાળના મૂળમાં માલિશ કરવાથી નવા વાળ ઝડપથી ઉગે છે. તલમાં સેસમીન નામનું બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે. જે વાળને ઉંમર પહેલા સફેદ થવાથી અટકાવે છે.


આ પણ વાંચો: Hair Care Tips: વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ નુસખા


કેવી રીતે કરવો તલનો ઉપયોગ ? 


વાળને કાળા અને મજબૂત બનાવવા માટે ખાસ પાવડર તૈયાર કરવાનો હોય છે. આ પાવડરને વાળમાં લગાડવાનો નહીં પરંતુ તેનું સેવન કરવાનું હોય છે. તેના માટે કાળા તલનો પાવડર, આમળા ચૂર્ણ અને કાચા નાળિયેરનો પાવડર સમાન માત્રામાં લઈને મિક્સ કરી લો. આ મિશ્રણને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. હવે આ ચૂર્ણને રોજ સવારે ગરમ પાણી અથવા તો ગાયના ઘી સાથે ખાઈ લેવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)