White Hair: આ 5 કામ કરવાથી અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, ઉંમર વધશે પણ વાળ કાળા જ રહેશે

White Hair: જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો રોજની કેટલીક આદતોમાં ફેરફાર કરીને સફેદ વાળને વધતા અટકાવી શકાય છે. આજે તમને પાંચ એવી વાતો વિશે જણાવીએ જેનું ધ્યાન રાખશો તો ઉંમર વધશે તો પણ માથાના વાળ કાળા જ રહેશે. 

White Hair: આ 5 કામ કરવાથી અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, ઉંમર વધશે પણ વાળ કાળા જ રહેશે

White Hair: સફેદ વાળ વધતી ઉંમરની નિશાની હોય તેવું હવે રહ્યું નથી. કારણકે 25 વર્ષની ઉંમરે પણ માથામાં ઘણા લોકોને સફેદ વાળ દેખાવા લાગે છે. સફેદ વાળ વધતી ઉંમરની નિશાની ગણાય છે. તેથી જ જો માથામાં વાળ સફેદ દેખાવા લાગે તો ટેન્શન વધી જાય છે. સફેદ વાળના કારણે કોન્ફિડન્સ પણ ઘટી જાય છે. જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો રોજની કેટલીક આદતોમાં ફેરફાર કરીને સફેદ વાળને વધતા અટકાવી શકાય છે. આજે તમને પાંચ એવી વાતો વિશે જણાવીએ જેનું ધ્યાન રાખશો તો ઉંમર વધશે તો પણ માથાના વાળ કાળા જ રહેશે. 

ટેન્શનથી દુર રહો 

દોડધામ ભરેલી જિંદગીમાં ટેન્શનથી કોઈ બચી શકતું નથી. જવાબદારીઓના કારણે ટેન્શન વધે તે સામાન્ય છે. રિસર્ચ અનુસાર ટેન્શન અને સ્ટ્રેસના કારણે માથાના વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મનને શાંત રાખો. ટેન્શન ફ્રી રહેવા માટે મેડીટેશન ની મદદ લઈ શકાય છે. 

અનહેલ્ધી ફૂડથી દૂર રહો 

મોટાભાગના લોકો ઓઇલી અને જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવું ભોજન ટેસ્ટી લાગે છે પરંતુ તે વાળને નુકસાન કરે છે. નિયમિત આ પ્રકારનું ભોજન ખાતા હોય તે લોકોના વાળ ઝડપથી સફેદ થાય છે. કારણ કે આવા ભોજનમાં પોષક તત્વોની ખામી હોય છે. આવું ભોજન કરવાને બદલે પ્રોટીન, બાયોટીન, વિટામીન અને ઝીંકથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ 

પૂરતી ઊંઘ કરો 

ઊંઘ ઓછી થતી હોય તો તેની ખરાબ અસર શરીર પર થાય છે. તેનાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને માનસિક હાલત પણ બગડે છે. પરંતુ સૌથી વધારે પ્રભાવિત વાળ થાય છે. એક વયસ્ક વ્યક્તિએ નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ કરવી જોઈએ. જો તમે રોજ ઓછી ઊંઘ કરો છો તો સફેદ વાળને વધતા અટકાવી શકશો નહીં. 

તેલ માલિશ 

વાળને અંદરથી પોષણ મળે તેની સાથે બહારના પોષણની પણ જરૂર હોય છે. જો તમે વાળને સફેદ થતા અટકાવવા માંગતા હોય તો નિયમિત વાળમાં તેલ માલિશ કરવાનું રાખો. તેલ માલિશ માટે તમે નાળિયેરનું તેલ, સરસવનું તેલ કે પછી ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. 

વ્યસન છોડો 

આજના સમયમાં યુવાનોમાં સિગરેટ,  બીડી, સિગાર, હુક્કા વગેરેનું વ્યસન હોય છે. આ બધી જ આદતોની અસર પણ વાળને થાય છે અને વાળ સફેદ ઝડપથી થઈ જાય છે. વાળને સફેદ થતાં અટકાવવા હોય તો આ પ્રકારના વ્યસન છોડી દેવા જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news