Hair Falls: મહિલાઓના માથામાંથી પણ વાળ ખરે છે, પરંતુ માત્ર પુરુષોને જ કેમ પડે છે ટાલ! જાણો
એક વાત તમે કદાચ નોટિસ કરી હશે કે ટાલની સમસ્યા એ પેઢીમાંથી બીજી પેઢીમાં ચાલી આવે છે. એટલે પિતાની સાથે ટાલની સમસ્યા પુત્રને પણ થાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં અનેક લોકો ટાલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ટાલ એટલે માથામાંથી વાળ ગાયબ થઈ જવા. ટાલના ઉપાય તરીકે વિગથી લઈને હેર ટ્રાન્સપ્લાન્ટ સુધી એક મોટો બિઝનેસ પણ ફેલાયેલો છે. તમે પોતાની આજુબાજુ આવા અનેક લોકોને જોયા હશે. તમે ધ્યાનથી જોયું હોય તો ટાલના શિકાર મોટાભાગે પુરુષ જ હોય છે. તમે ટાલિયા પુરુષોને જોયા હશે પરંતુ ક્યારેય એવી મહિલાઓને નહીં જોઈ હોય. ટાલિયા પુરુષોને કેટલાંક લોકો હીન દ્રષ્ટિથી પણ જુએ છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે ટાલના આવા વિશ્લેષણની જગ્યાએ તેને વૈજ્ઞાનિક રીતે સમજવાની જરૂર છે.
મહિલાઓના વાળ પણ ખરે છે પરંતુ...
વાળ ખરવાની પાછળ અનેક કારણો જવાબદાર છે. તેમાં તણાવ, પોષણનો અભાવ અને હોર્મોનલ સમસ્યા મોટા કારણો છે. આ કારણોથી કે પછી ઉંમરની અસરના કારણે મહિલાઓના વાળ પણ ખરે છે. વાળ ખરવાથી તેમના માથામાં ઓછા વાળ રહે છે. પરંતુ તે પણ બહુ ઓછા ખરે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓના વાળ ઓછા ખરે છે. જ્યારે પુરુષોમાં વાળ ઝડપથી ખરવા લાગે છે.
મુખ્ય કારણ હોર્મોનલ ફેરફાર:
વિજ્ઞાન પ્રમાણે માથા પર કે શરીર પર વાળ ઉગવાનું કારણ પણ હોર્મોનલ હોય છે અને વાળ ખરવાનું કારણ પણ તે જ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ટાલને લઈને એક રિસર્ચના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તેના માટે એક યૌન હોર્મોન ટેસ્ટોસ્ટેરોન મોટું કારણ બને છે. નોર્વેની બર્ગેન યૂનિવર્સિટીના જીવ વિજ્ઞાની શોધકર્તા જેકબસને જણાવ્યું કે ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં સ્ત્રાવિત થનારા એન્ડોજન સમૂહનું સ્ટેરોઈડ હોર્મોન છે. પુરુષોમાં વાળ ખરી જવું આ હોર્મોન્સના કારણે થાય છે.
ટાલ પડવી આનુવંશિક કારણ:
એક વાત તમે નોટિસ કરી હશે કે ટાલની સમસ્યા એક પેઢીથી બીજી પેઢીમાં ચાલી આવે છે. એટલે પિતાની સાથે ટાલની સમસ્યા પુત્રને પણ થાય છે. એટલે આ એક જેનેટિક એટલે આનુવંશિક સમસ્યા પણ છે. જોકે માનવ શરીરમાં કેટલાંક એન્જાઈમ એવાં હોય છે જે ટેસ્ટોસ્ટેરોનમાં બદલાઈ જાય છે. જે વાળને નબળાં અને પાતળા કરવાનું કારણ છે. સામાન્ય રીતે હોર્મોન્સમાં આ પ્રકારના ફેરફાર કરનારા એન્જાઈમ જીન્સમાં મળી આવે છે. આ કારણે તે મોટાભાગે આનુવંશિક હોય છે.
મહિલાઓને કેમ ટાલ પડતી નથી:
પુરુષોની સરખામણીમાં જોઈએ તો મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ ઓછો થાય છે. તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે તો તેની સાથે એસ્ટ્રોજન નામના હોર્મોનનો સ્ત્રાવ પણ થાય છે. આવું થવાના કારણે મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોનના ડિહાઈડ્રોટેસ્ટોસ્ટેરોન બદલવાની પ્રક્રિયા બહુ ઓછી થાય છે. મૂળ રીતે ડિહાઈડ્રોટેસ્ટોસ્ટેરોનનું ન બનવું કે બહુ ઓછું બનવાના કારણે મહિલાઓમાં ટાલની સમસ્યા થતી નથી. અનેકવખત ગર્ભાવસ્થા કે મેનોપોઝ દરમિયાન ડિહાઈડ્રોટેસ્ટોસ્ટેરોન બનવાની પ્રક્રિયા ઝડપી થઈ શકે છે અને એવામાં તેમના વાળ પણ ખરવાની સમસ્યા થાય છે. જોકે આવી સંભાવના બહુ ઓછી બને છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube