Hair Care: ખરતા વાળના કારણે પડી છે ટાલ ? આ વસ્તુઓ ખાવાનું કરો શરુ, ઝડપથી આવશે નવા વાળ
Hair Care Tips: આજના સમયમાં ખરતા વાળ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ આ ફરિયાદ ધરાવે છે. જો તમારા વાળ પણ ઝડપથી કરી રહ્યા હોય અને માથામાં ટાલ પડવા લાગી હોય તો આજે તમને હેર ગ્રોથ વધારવાનો એક સરળ રસ્તો જણાવીએ.
Hair Care Tips: વાળનું ગ્રોથ વધારવા માટે જરૂરી છે કે શરીરમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય. જો શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય તો તેના પરિણામે પણ વાળ ખરવા લાગે છે. આજના સમયમાં ખરતા વાળ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ આ ફરિયાદ ધરાવે છે. જો તમારા વાળ પણ ઝડપથી કરી રહ્યા હોય અને માથામાં ટાલ પડવા લાગી હોય તો આજે તમને હેર ગ્રોથ વધારવાનો એક સરળ રસ્તો જણાવીએ. હેર ગ્રોથ વધારવા અને ખરતા વાળને અટકાવવા માટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો:
Skin Care: ગરમીમાં ટ્રાય કરો લીચી ફેસ માસ્ક, ત્વચા પર આવશે ગ્લો અને દુર થશે ટેનિંગ
ઘરમાં વધી હોય માખી તો આ ઘરગથ્થુ ઉપાય છે કામના, કર્યા પછી એક પણ માખી નહીં ફરકે ઘરમાં
Tea Facts: શું ખરેખર ચા પીવાથી સ્કીન કાળી થઈ જાય ? જાણો આ વાત કેટલી સાચી
બેરીઝ
આ સિઝનમાં બેરીઝ માર્કેટમાં ખૂબ જ મળે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી વાળને થતું નુકસાન અટકે છે. તેનાથી વાળ મજબૂત થાય છે અને ખરતા પણ અટકે છે. કારણ કે તેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળને પોષણ આપે છે.
રતાળુ
જો તમે ખરતા વાળની સમસ્યાથી પીડિત છો. તો દૈનિક આહારમાં રતાળુનું સેવન કરો. તેમાં બીજા કેરોટીન હોય છે જે વાળનું ગ્રોથ વધારે છે અને ખરતા વાળ અટકાવે છે. તમે તેનું સેવન કોઈ પણ રીતે કરી શકો છો.
પપૈયુ
પપૈયું ખાવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન એ અને ફોલિક એસિડ હોય છે જે ખરતા વાળની સમસ્યાથી મુક્તિ અપાવે છે અને વાળનો ગ્રોથ વધારે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)