Skin Care: ગરમીમાં ટ્રાય કરો લીચી ફેસ માસ્ક, ત્વચા પર આવશે ગ્લો અને દુર થશે ટેનિંગ
Skin Care Tips: લીચી ઉનાળામાં મળતું રસદાર ફળ છે. તે પાણીથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટિઓક્સિડેટ, એન્ટી ઇન્ફ્લેમેટ્રી અને એન્ટિવાયરલ ગુણ હોય છે. આ પોષક તત્વોના કારણે લીચી ત્વચા માટે લાભકારક સાબિત થાય છે. ખાસ કરીને જો તમે ગરમીના દિવસોમાં લીચીમાંથી બનાવેલું ફેસ માસ્ક વાપરશો તો ત્વચાને જરૂરી પોષક તત્વો મળી રહેશે અને ગરમીના કારણે થતું સ્કીન ડેમેજ અટકશે.
Trending Photos
Skin Care Tips: લીચી ઉનાળામાં મળતું રસદાર ફળ છે. તે પાણીથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટિઓક્સિડેટ, એન્ટી ઇન્ફ્લેમેટ્રી અને એન્ટિવાયરલ ગુણ હોય છે. આ પોષક તત્વોના કારણે લીચી ત્વચા માટે લાભકારક સાબિત થાય છે. ખાસ કરીને જો તમે ગરમીના દિવસોમાં લીચીમાંથી બનાવેલું ફેસ માસ્ક વાપરશો તો ત્વચાને જરૂરી પોષક તત્વો મળી રહેશે અને ગરમીના કારણે થતું સ્કીન ડેમેજ અટકશે. લીચીના ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી ચહેરા પર પીગમેન્ટેશન ઓછું થાય છે, ટેનિંગ દૂર થાય છે અને ત્વચાનો ગ્લો વધે છે. તો ચાલો તમને જણાવીએ લીચીનો ફેસ માસ્ક કેવી રીતે બનાવવો.
આ પણ વાંચો:
લીચીનું ફેસ માસ્ક બનાવવાની સામગ્રી
એક કેળુ
ચાર લીચી
લીચી નું ફેસ માસ્ક બનાવવા માટે એક બાઉલ લેવું અને તેમાં કેળાને છીણીને બરાબર રીતે મેશ કરો. ત્યાર પછી તેમાં ચાર ફ્રેશ લીચીને ક્રશ કરીને ઉમેરો. બંને વસ્તુને બરાબર મિક્સ કરો. તૈયાર છે તમારું લીચી નું ફેસ માસ્ક.
તૈયાર કરેલા ફેસ માસ્કને લગાડતા પહેલા ચહેરાને બરાબર રીતે સાફ કરો. ત્યાર પછી માસ્ક ને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. હવે દસ મિનિટ તેને સુકાવા દો. ત્યાર પછી બે મિનિટ સુધી મસાજ કરો અને ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે