Hair Fall Control Tips: ખરતા વાળની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ચૂક્યા હોય છે. વાળ ખરવાના અનેક કારણ હોય છે. સ્ટ્રેસ અને અનહેલથી ફૂડના કારણે સૌથી વધારે વાળ ખરે છે. આ સિવાય વાળની જ્યારે જરૂરી પોષક તત્વો ન મળતા હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. શરૂઆતમાં તો લોકો ખરતા વાળ ઉપર ધ્યાન આપતા નથી પરંતુ ધીરે ધીરે માથા પર ટાલ દેખાવા લાગે છે. માથા પર જ્યારે ટાલ દેખાવા લાગે ત્યારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો અને વાળનો ગ્રોથ વધારી શકો છો. આજે તમને ખરતા વાળને અટકાવવાના ઘરેલુ ઉપાય જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


શું તમે જાણો છો સૂજી રવા અને ઈડલી રવા વચ્ચે શું છે તફાવત ?


Beauty Tips: ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે દ્રાક્ષનો રસ, આ રીતે કરો ઉપયોગ


લીલી મેથીની સીઝન પુરી થાય તે પહેલા ઘરે બનાવી લો કસૂરી મેથી, આ રીતે બનાવી કરો સ્ટોર


મસાજ - મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે થાય છે અને તેનાથી વાળનો ગ્રોથ વધે છે. તેથી સારા હેર ઓઇલ થી સપ્તાહમાં બે થી ત્રણ વખત માથામાં મસાજ કરવી.


આમળા - આમળામાં જરૂરી ફેટી એસિડ હોય છે જે વાળના રોમ છિદ્રોને મજબૂત કરે છે તેમાંથી વિટામીન સી પણ ભરપૂર હોય છે જે વાળને સફેદ થતા અટકાવે છે. 


કેસ્ટર ઓઇલ - વાળ માટે કેસ્ટર ઓઇલ ચમત્કાર જેવું કામ કરે છે. વાળમાં કેસ્ટર ઓઇલ લગાડવાથી ખરેલા વાળ ની જગ્યાએ નવા વાળ ઉગવા લાગે છે.


ડુંગળીનો રસ - ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાડી મસાજ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. ડુંગળીનો રસ માથામાં લગાડવાથી તાલમાં પણ વાળ ઉગવા લાગે છે. તમે ડુંગળીના રસને નાળિયેરના તેલમાં મિક્સ કરીને પણ લગાડી શકો છો. શેમ્પુ કરવાનું હોય તેની 15 મિનિટ પહેલા ડુંગળીનો રસ લગાડવાથી લાભ થાય છે.