Colour of Clothes: કપડાંનો કલરની પસંદગી સમયે ખાસ રાખો સાવચેતી, જાહેરમાં તમારી પર્સનાલિટીની કરે છે ઓળખ
Colour of Clothes:જિંદગીમાં અલગ-અલગ રંગોનું પોતાનું ખાસ મહત્વ હોય છે. વ્યક્તિ કયા રંગના કપડા પહેરે છે તેનાથી પણ તેના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. કલર એ વ્યક્તિની ઓળખ પણ જાહેર કરે છે. તમે વગર વગર કપડાં પહેરતાં લોકોને જોઈને તમારો અભિપ્રાય બાંધી લેતા હો છો. આમ પર્સનાલિટી માટે જેમ કપડાં અગત્યનાં છે. એમ કપડાંના કલર પણ તમારા વ્યક્તિત્વને નિખારે છે.
જિંદગીમાં અલગ-અલગ રંગોનું પોતાનું ખાસ મહત્વ હોય છે. વ્યક્તિ કયા રંગના કપડા પહેરે છે તેનાથી પણ તેના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. કલર એ વ્યક્તિની ઓળખ પણ જાહેર કરે છે. તમે વગર વગર કપડાં પહેરતાં લોકોને જોઈને તમારો અભિપ્રાય બાંધી લેતા હો છો. આમ પર્સનાલિટી માટે જેમ કપડાં અગત્યનાં છે. એમ કપડાંના કલર પણ તમારા વ્યક્તિત્વને નિખારે છે. આમ કપડાંના કલરની ખાસ તકેદારી રાખી પસંદગી કરશો તો ફાયદામાં રહેશો.
વ્હાઈટ કલર : જે મહિલાઓ સફેદ રંગના કપડા વધારે પહેરે છે તે દયાળુ હોય છે અને સરળ સ્વભાવની હોય છે. આ મહિલાઓ હંમેશા અન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર હોય છે. આત્મવિશ્વાસ તેમના વ્યક્તિત્વની ઓળખ હોય છે.
યલો કલર : જે મહિલાઓ પીળા રંગના કપડાં વધારે પહેરે છે, તે મજાકિયા સ્વભાવની હોય છે. સાથે જ તેમની જિજ્ઞાસુ પ્રવૃત્તિ હોય છે. આવી મહિલાઓ નમ્ર હોય છે. કરકસર કરનારી હોવા છતા આત્મવિશ્વાસના પળોમાં વધુ મદદ આપે છે.
પીંક કલર : જે મહિલાઓને ગુલાબી રંગના કપડા પસંદ હોય છે તે ખૂબ ગંભીર હોય છે. તેમનામાં અહંકાર હોય છે પરંતુ તેમના વ્યક્તિત્વને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. તેમના ચહેરા પર હાસ્ય અને આંખોમાં આકર્ષણ હોય છે.
જિમમાં પરસેવો પાડયા વિના તમારા પેટ અને કમરની ચરબી કરો ઓછી, આ ઘરેલું ઉપચાર લાગશે કામ
શિયાળામાં ચહેરાની સુંદરતા અને ચમક રાખવાના ઘરેલુ ઉપાય, શુષ્ક ત્વચા પણ ચમકવા લાગશે
સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
રેડ કલર : જે મહિલાઓ લાલ રંગના કપડા પહેરે છે તે વધારે ગુસ્સેલ, નિર્ભીક અને ઉત્તેજક સ્વભાવની હોય છે. તેઓ પોતાના સાહસ માટે ઓળખાય છે. આવી મહિલાઓ ભવિષ્યની ચિંતા નથી કરતી.
ગ્રે કલર : ભૂરા રંગના વસ્ત્રો પહેરનારી મહિલા વ્યવસ્થાપ્રિય, અકાલ્પનિક સ્વભાવની હોય છે. તેમને અનુશાસનમાં રહેવાનું પસંદ હોય છે. તેમને ઘરની સાફ-સફાઈ કરવી ગમે છે. તેમનામાં જીવન જીવવાની ખાસ કળા હોય છે.
ગ્રીન કલર : જે મહિલાઓ લીલા રંગના કપડા પહેરવાનું પસંદ કરે છે તેમના મનમાં હંમેશા નવું કામ કરવાનો ઉત્સાહ હોય છે. આવી મહિલાઓ ચુસ્ત, સ્ફુર્તિલી અને ચતુરાઈ સાથે સાથીને દિલથી પ્રેમ કરે છે.
બ્લેક કલર : જે મહિલાઓને કાળા રંગના વસ્ત્રો પહેરવા ગમે છે તેમનો સ્વભાવ નિરાશ પ્રકૃતિનો હોય છે. તેમના સ્વભાવ તેજ હોય છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. આવી મહિલાઓ દેખાવમાં કઠોર હોય છે પરંતુ અંદરથી નરમ હોય છે.
આ વીડિયો પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube