નવી દિલ્લીઃ દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. વરસાદની સિઝનમાં ફરવા જવાની રાહ જોઈ રહેલા લોકો હવે તૈયાર થઈ ગયા છે. દેશમાં એવા ઘણા પર્યટન સ્થળ છે જ્યાં તમે વરસાદની સિઝનમાં ફરવા જઈ શકો છો. જો તમે પણ વરસાદની સિઝનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો દેશના આ સુંદર સ્થળો પર ચોક્કસથી જાઉં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેરાપૂંજી, મેઘાલયઃ
વર્તમાન સમયમાં માસિનરામમાં સૌથી વધુ વરસાદ  પડે છે. આ પહેલાં ચેરાપૂંજીમાં સૌથી વધુ વરસાદ પડતો હતો. જો તમે પણ વરસાદની મજા માણવા માગો છો તો ચેરાપૂંજી જરૂરથી જાઉં. વરસાદના દિવસોમાં ચેરાપૂંજીની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.


મહાબલેશ્વર, મહારાષ્ટ્રઃ
મહાબલેશ્વરને રોમેન્ટિક ગેટવે પણ કહેવામાં આવે છે. વરસાદની સિઝનમાં મોટી સંખ્યામાં મુસાફરો મહાબલેશ્વર આવે છે. મોનસૂનમાં ટ્રેકિંગ માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. ત્યાંની સુંદરતા જોવા જેવી છે. જો તમે પણ વરસાદની સિઝનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છે તો મહાબલેશ્વર ડેસ્ટિનેશન બેસ્ટ છે.


ગોવાઃ
ચેરાપૂંજી અને માસિનરામની સાથે કોંકણમાં પણ ખુબ વરસાદ પડે છે. તેના માટે તમે ગોવા ફરવા જઈ શકો છો. ગોવા સુંદર બીચ માટે જાણીતું છે. આ સિવાય ત્યાં ઘણા હિસ્ટોરિકલ ડેસ્ટિનેશન પણ છે. એટલા માટે ગોવા ટ્રાવલિંગ નાટે ફૂલ ફન પેકેજ છે. એટલે જ ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે. 


કેરળઃ
કેરળ પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. વરસાદ સૌથી પહેલાં કેરળના તટ સાથે ટકરાય છે. આ પછી ધીરે ધીરે ભારતના અન્ય ભાગોમાં આવે છે. આ માટે જૂન મહિનામાં તમે કેરળનો પ્રવાસ કરી શકો છો. કેમ કે, ત્યારે કેરળની સુંદરતા જોવા જેવી હોય છે. આ સાથે કેરળના કોચી શહેરથી લગભગ 73 કિલોમીટરની દૂરી પર અથિરાપલ્લી વોટરફોલ છે. તમે અથિરાપલ્લી વોટરફોલ જોવા પણ જઈ શકો છો.