Milk For Skin Care: મોંઘા બ્યુટી પ્રોડક્ટ પણ કાચા દૂધ સામે પાણી ભરે, આ રીતે લગાડશો તો મિનિટોમાં દેખાશે ગ્લો
Milk For Skin Care: આજના સમયમાં સ્કીન કેર માટેના અલગ અલગ પ્રોડક્ટ સરળતાથી મળી રહે છે તેમ છતાં લોકો કેટલાક ઘરેલુ ઉપાય અચૂક અજમાવે છે. તેમાંથી એક છે કાચું દૂધ ચહેરા પર લગાડવું. દાદી-નાનીના સમયમાં પણ ચહેરાની સુંદરતા વધારવા માટે કાચા દૂધનો ઉપયોગ થાય છે.
Milk For Skin Care: કાચા દૂધનો ઉપયોગ વર્ષોથી સ્કીન કેરમાં કરવામાં આવે છે. આજના સમયમાં સ્કીન કેર માટેના અલગ અલગ પ્રોડક્ટ સરળતાથી મળી રહે છે તેમ છતાં લોકો કેટલાક ઘરેલુ ઉપાય અચૂક અજમાવે છે. તેમાંથી એક છે કાચું દૂધ ચહેરા પર લગાડવું. દાદી-નાનીના સમયમાં પણ ચહેરાની સુંદરતા વધારવા માટે કાચા દૂધનો ઉપયોગ થાય છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જેમને કાચા દૂધથી થતા ફાયદા વિશે ખબર નથી હોતી. સાથે જ કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો તે વાતથી પણ તેઓ અજાણ હોય છે. આજે આ અંગે જાણકારી આપીએ.
કાચા દૂધથી ત્વચાને થતા ફાયદા
આ પણ વાંચો: બાર મહિનાનું અથાણું બનાવ્યું નથી ? તો આ રીતે ઈન્સ્ટન્ટ અચાર બનાવી માણો અથાણાનો સ્વાદ
- કાચુ દૂધ એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે. જેમાં લેક્ટિક એસિડ હોય છે જે ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે અને ત્વચાને કોમળ તેમજ હાઇડ્રેટ રાખે છે.
- કાચા દૂધમાં વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. કાચા દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા પર એજિંગની અસરો દેખાતી નથી.
આ પણ વાંચો: Fruits For Skin: ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારશે આ 5 ફળ, ડાઘ અને કરચલીઓ થશે ગાયબ
- કાચું દૂધ ત્વચામાં સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે અને ડ્રાયનેસ ઓછી કરે છે.
- કાચા દૂધમાં જે લેક્ટિક એસિડ હોય છે જે ત્વચા પર દેખાતા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Get Rid Of Tanning: તડકાના કારણે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવા ટ્રાય કરો આ ફેસ પેક
- કાચા દૂધમાં જે તત્વ હોય છે તે ત્વચાની કુદરતી ચમક વધારે છે અને સાથે જ ત્વચાની કોશિકાઓને પોષણ આપે છે.
કાચા દૂધનો કેવી રીતે કરવો ઉપયોગ ?
આ પણ વાંચો: Skin Care: ઉનાળામાં પણ તમારો ચહેરો રહેશે ચમકતો, દહીંમાં મિક્સ કરીને લગાડો આ વસ્તુઓ
કાચું દૂધ એટલે કે ગરમ કર્યા વિનાનું દૂધ. કાચા દૂધનો ઉપયોગ કરવો હોય તો પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. એટલે કે તમારી ચહેરાની ત્વચા પર દૂધ સૂટ થાય છે કે નહીં તે ચેક કરી લેવું. પહેલા થોડા ભાગ પર દૂધ લગાડવું જો કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તો જ પૂરા ચહેરા પર દૂધ લગાડો. દૂધનો ઉપયોગ ઠંડુ હોય ત્યારે જ કરવો. આ સિવાય ચહેરા પર દૂધને વધારે મિનિટો માટે પણ રાખો. દૂધને લગાડ્યા પછી પાંચથી સાત મિનિટમાં ચહેરાને સાફ કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)