Get Rid Of Tanning: તડકાના કારણે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવા ટ્રાય કરો આ 4 ફેસ પેક

Get Rid Of Tanning: તમે કેટલાક સરળ ઘરેલુ નુસખા અપનાવીને પણ તમે નેચરલી ત્વચાને ડીટેન કરી શકો છો. આજે તમને આવા જ ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે તડકાના કારણે કાળી પડેલી ત્વચા ફરીથી ગોળી થઈ જશે. 

Get Rid Of Tanning: તડકાના કારણે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવા ટ્રાય કરો આ 4 ફેસ પેક

Get Rid Of Tanning: કાળઝાળ ગરમીના કારણે ત્વચાના હાલ પણ બેહાલ થઈ જાય છે. ઉનાળા દરમિયાન ટેનિંગની સમસ્યા સૌથી વધુ સતાવે છે. ટેનિંગ એટલે કે તડકાના ડાયરેક્ટ કોન્ટેકમાં આવેલી સ્કિન ડાર્ક થઈ જાય છે. આમ તો માર્કેટમાં ઘણા બધા એવા પ્રોડક્ટ મળે છે જે સ્કીન ટેનિંગ દૂર કરવાનો દાવો કરે છે. પરંતુ આવા પ્રોડક્ટ મોંઘા હોય છે તેથી દરેક માટે તેનો ઉપયોગ કરવો શક્ય નથી. પરંતુ સાથે જ એવી કેટલીક વસ્તુઓ પણ છે જે ઓછા ખર્ચે તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે. 

તમે કેટલાક સરળ ઘરેલુ નુસખા અપનાવીને પણ તમે નેચરલી ત્વચાને ડીટેન કરી શકો છો. આજે તમને આવા જ ઘરેલુ ફેસપેક વિશે જણાવીએ. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે તડકાના કારણે કાળી પડેલી ત્વચા ફરીથી ગોળી થઈ જશે. 

એલોવેરા, હળદર અને મધ 

એલોવેરા ત્વચાને ઠંડક આપવાનો ગુણ ધરાવે છે. તે ત્વચાનું ટેનિંગ પણ ઓછું કરે છે. હળદરમાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે જે ત્વચાની રંગત નિખારે છે. સાથે જ મધ પ્રાકૃતિક મોસ્ચરાઇઝરનું કામ કરે છે તેનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે. ત્વચાને ડીટેન કરતો આ ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં એક મોટી ચમચી એલોવેરા જેલ લેવું. તેમાં એક ચપટી હળદર પાવડર અને અડધી ચમચી મધ ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ટેનિંગ થયું હોય તે જગ્યા પર લગાડો અને 10 થી 15 મિનિટ માટે રાખો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. 

મુલતાની માટી અને દહીં 

દહીં નેચરલ ટેનિંગ દૂર કરનાર વસ્તુ છે. તે ત્વચાને ઠંડક પણ આપે છે. મુલતાની માટી ત્વચા પરથી એક્સ્ટ્રા ઓઇલને દૂર કરે છે અને ત્વચા સાફ રહે છે. તેનો ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં બે ચમચી દહીં અને એક ચમચી મુલતાની માટે મિક્સ કરો. આ ઘટ્ટ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને 20 મિનિટ માટે રાખો. ત્યાર પછી પાણીથી તેને સાફ કરો. 

ચણાનો લોટ, દહીં અને લીંબુ 

ચણાનો લોટ નેચરલ એક્સફોલિયેટર છે. તે ત્વચા પરથી ડેડ સ્કિન દૂર કરે છે. લીંબુમાં વિટામીન સી હોય છે જે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. આ ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહીં મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો ત્યાર પછી મસાજ કરીને ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news