Cinnamon: દરેક ઋતુમાં સ્કીન કેર કરવી જરૂરી છે. સ્કીન કેર માટે લોકો અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો ત્વચા પર કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે તો કેટલાક લોકો ઘરેલુ નુસખા અજમાવે છે. જો તમે ત્વચા પર કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવા ન માંગતા હોય તો આજે તમને ઘરમાં રહેલી એક એવી વસ્તુ વિશે જણાવીએ જે ત્વચાની મોટાભાગની સમસ્યાઓને દૂર કરી શકે છે. આ વસ્તુ એવી છે જેનો એકવાર ઉપયોગ કરશો તો પણ ચહેરો ચાંદની જેમ ખીલી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Besan: ચણાના લોટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ત્વચા પર, ચહેરા પર નેચરલ ગ્લો દેખાશે


ત્વચાની દરેક સમસ્યાને દૂર તજ કરી શકે છે. તજનો ઉપયોગ કરવાથી સ્કીન પર દેખાતા દાણા, ડાઘા, ડલનેસ દૂર થઈ શકે છે. તજ ત્વચાની નેચરલ બ્યુટી વધારે છે. તજની મદદથી ડેડ સ્કીન પણ નીકળી જાય છે. જેના કારણે ત્વચા સુંદર દેખાય છે. તજ દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે બસ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે. 


સ્કીન કેરમાં તજનો ઉપયોગ 


આ પણ વાંચો: નવરાત્રીમાં ચાંદ જેવો ચમકશે તમારો ચહેરો, ઘરની વસ્તુથી બનેલું આ ગ્રીન માસ્ક લગાવો


1. ત્વચાની સુંદરતા વધારવા માટે તજના પાઉડરમાં ઓલિવ ઓઇલ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. ત્યાર પછી હળવા હાથે માલીશ કરો. આમ કરવાથી ત્વચાને મોઈશ્ચર મળશે અને બ્લડ ફ્લો સુધરશે. આ મિશ્રણ એવા લોકોએ ઉપયોગમાં લેવું જેમની સ્કીન ડ્રાય હોય. 


2. તજમાં એન્ટી ફંગલ, એન્ટિ ઓક્સીડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ઘણી બધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. એક ચમચી તજ પાઉડરમાં બે ચમચી મધ મિક્સ કરી ચહેરા પર લગાવી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. આ મિશ્રણને અડધી કલાક માટે છોડી દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ મિશ્રણથી ડાઘ દૂર થાય છે. 
 
આ પણ વાંચો: White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા


3. તજ અને નાળિયેર તેલનું સ્કીનની ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચાને પોષણ મળે છે અને ડ્રાયનેસ દૂર થાય છે. તજના પાવડરમાં નાળિયેર તેલના થોડા ટીપા ઉમેરીને ચહેરા તેમજ ગરદન પર લગાવો. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લેવો. 


4. તજ અને દહીંનું મિશ્રણ પણ ત્વચા માટે ફાયદાકારક છે. તેના માટે તજના પાવડરમાં થોડું દહીં મિક્સ કરી બંને વસ્તુને ચહેરા પર લગાવો અને 20 મિનિટ સુધી રાખો. ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લો. આ મિશ્રણ આપે છે. 


આ પણ વાંચો: Kankhajura:આ વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે


5. તમે કેળા અને તજનું માસ્ક પણ વાપરી શકો છો. તેના માટે કેળાની પેસ્ટ બનાવી તેમાં થોડો તજ પાવડર ઉમેરી ચહેરા પર લગાવો. 5 મિનિટ મસાજ કરો અને પછી દસ મિનિટ ફેસપેકને રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)