Beauty Tips: જો તમે ત્વચાને નિખારવા માંગો છો, તો તમે સૂકી ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો, સૂકી ખજૂરની મદદથી તમે ચહેરા પરની ચમક વધારી શકો છો, તે સ્વાસ્થ્યની સાથે-સાથે ચહેરા પરની ચમક પણ જાળવી રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ક્રબ કેવી રીતે બનાવવું
જો તમારે સૂકી ખજૂરનું સ્ક્રબ બનાવવું હોય તો તમારે પહેલા ચારથી પાંચ સૂકી ખજૂરને એક કપ દૂધમાં આખી રાત પલાળી રાખવાની છે, પછી તેને સૂકવીને સવારે તેને બારીક પીસી લેવી અને ત્યાર બાદ તેની પેસ્ટમાં મધ ઉમેરીને લગાવો. તેમાં સોજી મિક્સ કરો અને બે મિનિટ સુધી સ્ક્રબ કરો અને પછી પાણીથી ધોઈ લો.


ફેસ પેક
જો તમારે ફેસ પેક બનાવવો હોય તો આઠ સૂકી ખજૂરને એક કપ દૂધમાં આખી રાત પલાળી રાખો અને પછી તેને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવો, પછી આ પેસ્ટમાં એક ચમચી મલાઈ ઉમેરો અને એક ચમચી લેમન જ્યુસ મિક્સ કરો, પછી ફેસ પેક લગાવો. સુકાઈ ગયા પછી તેને પાણીથી ધોઈ લો.


હેયર પેક
જો તમે તમારા વાળમાં સૂકી ખજૂરનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે દસ સૂકી ખજૂરને પાણીમાં નાંખો અને તેને સારી રીતે ઉકાળો, પછી પાણીને ઠંડુ થવા દો અને ઠંડા થયા પછી તમારા વાળ ધોઈ લો, આમ કરવાથી તમારા વાળમાં ચમક આવશે. આ પછી તમે શેમ્પૂ પણ કરી શકો છો.


આ પણ વાંચો:
UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે?
146મી રથયાત્રાની અંતિમ તૈયારી: હર્ષ સંઘવીએ રૂટ પર કર્યું રિહર્સલ, પગપાળા ચાલીને...
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube