Skin Care Tips: ત્વચાની સુંદરતા વધારવા માટે જરૂરી છે કે તમે ત્વચાની કાળજી પણ રાખો. ત્વચાની કાળજી રાખવા માટે ફેસપેક એક બેસ્ટ વિકલ્પ છે. તમે અલગ અલગ પ્રકારના અને તમારી ત્વચાને માફર આવે તેવા ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. અલગ અલગ પ્રકારના ફેસમાસ્ક તમને બજારમાં તૈયાર પણ મળશે. પરંતુ જરૂરી છે કે તેનો ઉપયોગ તમે યોગ્ય સમયે કરો. ફેસ માસ્ક તમે કયા સમયે લગાડો છો તે ખૂબ મહત્વનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


લેપટોપ ખોળામાં રાખવું શ્રાપ સમાન, મહિલાઓ જો આ રીતે કરે કામ તો અધુરી રહી જાય આ ઈચ્છા


આ 5 વાતનું રાખો ધ્યાન.. કંઈપણ કર્યા વિના Dandruff થી મળી જશે કાયમી મુક્તિ


કાચા પપૈયાનો કરો આ રીતે ઉપયોગ, એક જ વારમાં વાળ થઈ જશે Dandruff Free
 


સ્કીન કેર રૂટીનમાં ફેસ માસ્ક ખૂબ જ મહત્વનું હોય છે. તેનાથી સ્કીન હાઇડ્રેટ થાય છે અને એજીંગની સમસ્યા દૂર થાય છે. નિયમિત રીતે ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી ત્વચાનું સૌંદર્ય પણ વધે છે. પરંતુ મોટાભાગના લોકોને એ વાતનું કન્ફ્યુઝન હોય છે કે ફેસ માસ્ક  ક્યારે લગાડવું જોઈએ ? એટલે કે ફેસ માસ્કનો ઉપયોગ નહાયા પહેલા કરવો કે નહાયા પછી ? સાથે જ માસ્કને કેટલા સમય સુધી ચહેરા પર રાખવું ? તો આ પ્રશ્નનો જવાબ આજે તમને જણાવીએ.


એક્સપર્ટ જણાવે છે કે ફેસ માસ્ક લગાડવા માટે કોઈ ખાસ સમય હોતો નથી તેને તમે તમારી અનુકૂળતા અનુસાર કોઈપણ સમયે લગાવી શકો છો. ફેસ માસ્ક લગાડવા માટે જરૂરી નથી કે તમે નહાતા પહેલા જ તેને લગાડો. દિવસ દરમિયાન કોઈ પણ સમયે તેમને ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. જોકે કેટલાક ખાસ પ્રકારના માસ્ક છે જેને નહાતા પહેલા ચહેરા પર લગાડવાથી બેસ્ટ રીઝલ્ટ મળે છે. 


આ પણ વાંચો:


ગરોળી એકવારમાં જ ભાગી જશે ઘરમાંથી, અજમાવો આ દેશી નુસખા


જીવજંતુ કરડે તો કરો આ દેશી ઈલાજ, સોજો અને બળતરા 5 મિનિટમાં થશે દુર


નહાતા પહેલા જો તમે સ્કીન કેર રૂટીન ફોલો કરવા ઈચ્છો છો તો મુલતાની માટી કે ચંદનનો ઉપયોગ ફેસપેક તરીકે કરી શકો છો. આ ફેસપેકનો ઉપયોગ નહાતા પહેલા કરી શકાય છે. આ બે વસ્તુને નહાતા પહેલા લગાડવાથી બેસ્ટ રીઝલ્ટ મળે છે.