જીવજંતુ કરડે તો કરો આ દેશી ઈલાજ, સોજો અને બળતરા 5 મિનિટમાં થશે દુર

Insect Bites Remedies: જીવજંતુ કરડ્યું હોય ત્યાં સોજો આવી જાય છે અને ત્વચા પર બળતરા પણ ખૂબ જ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત સમજાતું નથી કે કરવું શું ?

જીવજંતુ કરડે તો કરો આ દેશી ઈલાજ, સોજો અને બળતરા 5 મિનિટમાં થશે દુર

Insect Bites Remedies: ઘરમાં ગમે એટલી સફાઈ કરો પરંતુ કેટલાક જીવજંતુ હંમેશા ઘરમાં પહોંચી જાય છે. મચ્છર સહિતના જીવજંતુ ઘણી વખત ઘરમાં જોવા મળે છે. મચ્છર કરડે તો તે સહન પણ થઈ જાય છે અને તેનાથી બચાવ કરવો સરળ છે. પરંતુ ઘણી વખત ઘરમાં કોઈ ઝેરી જીવજંતુ ઘૂસી ગયું હોય અને તે કોઈ વ્યક્તિને કરડી લઈ તો તકલીફ થાય છે. જીવજંતુ કરડ્યું હોય ત્યાં સોજો આવી જાય છે અને ત્વચા પર બળતરા પણ ખૂબ જ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત સમજાતું નથી કે કરવું શું ? તો આજે તમને જણાવીએ કે જો કોઈ જીવજંતુ કરડી જાય તો ગભરાયા વિના કયા દેશી ઈલાજ કરીને દુખાવા અને બળતરાથી તુરંત રાહત મેળવી શકાય છે. 

આ પણ વાંચો:

જીવજંતુ કરડે તો તુરંત કરો આ કામ

- જ્યારે તમને કોઈ જીવજંતુ કરે તો સૌથી પહેલા તેની સારવાર કરવી જરૂરી છે. ડોક્ટર પાસે પહોંચ્યો તે પહેલા તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને ત્વચા પર થતી બળતરા અને સોજાથી મુક્તિ મેળવી શકો છો.

- જ્યારે પણ કોઈ જંતુ તમને કરડે તો ગભરાવવાને બદલે સૌથી પહેલા શાંત થવું અને તેને તમારા શરીરમાંથી દુર કરો. ત્યાર પછી જે જગ્યાએ ડંખ હોય તે ઘાને બરાબર સાફ કરી લો. 

- જો તમને ડંખ હોય તે જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવતી હોય તો તે જગ્યા ઉપર બેકિંગ સોડા અને પાણીનું મિશ્રણ લગાડી દો. તેનાથી ખંજવાળમાં રાહત થઈ જાય છે.

- ડંખ હોય તે જગ્યાએ સખત બળતરા થતી હોય તો મધનો ઉપયોગ કરવો. ડંખ હોય તેના પર અને આસપાસની લાલ થયેલી સ્કીન પર મધ લગાડવાથી તુરંત ઠંડક મળે છે. 

- એલોવેરાનો ઉપયોગ અત્યાર સુધી તમે ત્વચાના નિખાર માટે કર્યો હશે પરંતુ એલોવેરાનું જેલ તમને આ પ્રકારના ડંખ ઉપર થતી બળતરા અને સોજાથી પણ રાહત આપી શકે છે. જીવજંતુ કરડે તો તે જગ્યા ઉપર એલોવેરાનું જેલ લગાડવાથી પણ તુરંત આરામ મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news