Skin Care Tips: ગરમીની શરૂઆત થાય એટલે લોકો સ્વિમિંગ પૂલમાં ધુબાકા મારવા પહોંચી જાય છે. આ સમય દરમિયાન લોકો સ્વિમિંગ શીખવાનું અને સ્વિમિંગ કરવાનું બંને પસંદ કરે છે. સ્વિમિંગ કરવું એક બેસ્ટ એક્સરસાઇઝ પણ છે. પરંતુ સ્વિમિંગ પૂલના પાણીથી કેટલીક આડ અસરો પણ થઈ શકે છે જે શરીર માટે નુકસાનકારક છે. જો તમે પણ ઉનાળા દરમિયાન સ્વિમિંગ પૂલમાં નહાવાનું પસંદ કરતા હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિમિંગ પૂલનું પાણી ચોખ્ખું રહે તે માટે તેમાં ક્લોરીન ઉમેરવામાં આવે છે. ક્લોરિન પાણીને સાફ કરે છે પરંતુ વધારે પ્રમાણમાં ક્લોરીનનો ઉપયોગ થતો હોય તો આ પાણી ત્વચાના સંપર્કમાં આવે તો ત્વચા પર ઇન્ફેક્શન, સનબર્ન  અને ટેનિંગ જેવી સમસ્યા થઈ શકે છે. તેથી જો તમારે કોઈપણ પ્રકારની આડ અસર વિના સ્વિમિંગની મજા માણવી હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. 


આ પણ વાંચો:


Skin Care Tips: એક ટમેટાનો રસ દુર કરશે ત્વચાની અનેક સમસ્યાઓ, જાણો ઉપયોગ કરવાની રીત


Relationship Tips: તમારો પાર્ટનર તમારી જાસૂસી કરે છે કે નહીં જાણવા અજમાવો આ ટ્રિક્સ


Pigeons Poop: કબૂતરની ગંદકીથી છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ, મળશે કાયમી મુક્તિ


સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરિન ઉમેરવું જરૂરી હોય છે પરંતુ કેટલીક વખત ક્લોરીનનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી સ્વિમિંગ પૂલમાં નહાતા પહેલા એ વાતની જાણકારી મેળવી લેવી કે સ્વિમિંગ પૂલમાં કેટલા પ્રમાણમાં ક્લોરીન ઉમેરેલું છે. જો વધારે ક્લોરીન હોય તો તેવા પુલમાં નહાવાનું ટાળો. ફૂલના પાણીમાં પીએચ લેવલ સાત થી આઠ વચ્ચે હોવું જોઈએ. આવું પાણી હોય તો ત્વચા ને સમસ્યા થતી નથી.


ઓછું ક્લોરીન ઉપયોગમાં લેવાતું હોય તેવા સ્વિમિંગ પૂલમાં તમે નહાવાની મજા માણી શકો છો પરંતુ પાણીમાં નહાવ તે પહેલા વાળ ની સંભાળ લેવી જોઈએ. વાળને એવી રીતે બાંધવા જોઈએ જેથી તે પાણીના સંપર્કમાં ન આવે. 


સ્વિમિંગ પૂલના પાણીમાં નહાવાથી ઇન્ફેક્શનનું જોખમ પણ વધે છે. આ સમય દરમિયાન ફંગલ ઇન્ફેક્શન વધારે ફેલાઈ શકે છે આ ઇન્ફેક્શન અન્ડરઆર્મ, પગની આંગળીઓ વચ્ચે, હાથની આંગળીઓ વચ્ચે, કોણી, ઘૂંટણ જેવી જગ્યાએ થઈ શકે છે. તેથી સ્વિમિંગ પૂલ માં નાહ્યા પછી ત્વચાની સંભાળ પર પણ ખાસ ધ્યાન આપવું. જેથી પાછળથી પસ્તાવું ન પડે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)