Skin Care Tips: એક ટમેટાનો રસ દુર કરશે ત્વચાની અનેક સમસ્યાઓ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

Skin Care: ટમેટાનો ઉપયોગ સ્કીન પર પણ કરી શકાય છે કારણ કે તેમાં લાયકોપીન નામનું તત્વ હોય છે જે સ્કીનની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આજે તમને ત્વચા ઉપર ટામેટાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. 

Skin Care Tips: એક ટમેટાનો રસ દુર કરશે ત્વચાની અનેક સમસ્યાઓ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

Skin Care: ટામેટા એવું શાક છે જેનો ઉપયોગ સામાન્ય રીતે શાક, દાળ, સલાડ અને સૂપ બનાવવામાં થતો હોય છે. ટામેટા ખૂબ જ ગુણકારી હોય છે કારણ કે તેમાં વિટામિન સી અને વિટામિન ઈ જેવા તત્વો હોય છે. ટમેટાનો ઉપયોગ સ્કીન પર પણ કરી શકાય છે કારણ કે તેમાં લાયકોપીન નામનું તત્વ હોય છે જે સ્કીનની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આજે તમને ત્વચા ઉપર ટામેટાનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. ટમેટાનો ઉપયોગ આ રીતે ત્વચા પર કરશો તો ત્વચાની ડલનેસ, ડેડ સ્કીન સહિતની સમસ્યા દૂર થશે અને ત્વચાની રંગત સુધરશે. 

આ પણ વાંચો:

ટમેટાથી ચહેરાને કરો સાફ

ત્વચા પરથી ડેડ સ્કિન અને ગંદકી સાફ કરવા માટે ટમેટાને અડધું કરી લેવું. ત્યાર પછી અડધા ટામેટાનો રસ કાઢી અને સ્કીન ઉપર કોટનની મદદથી લગાવો. રસ સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરાને સાફ કરો. આમ કરવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. 

ટેનિંગ દૂર કરવા

જો તમારા ચહેરા ઉપર ટ્રેનિંગ વધી ગઈ હોય તો એક ટામેટાનો રસ કાઢી તેમાં બે ચપટી હળદર અને અડધી ચમચી ચંદન પાવડર ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાડો અને બરાબર સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય પછી ચહેરાને સાફ કરો. અઠવાડિયામાં આ ફેસપેક નો ઉપયોગ કરશો તો ત્વચાની સમસ્યાઓ દૂર થવા લાગશે.

ડેડ સ્કીન દૂર કરવા

ત્વચા પરથી ડેડ સ્કીનને દૂર કરવી હોય તો એક બાઉલમાં ટમેટાનો રસ કાઢી તેમાં ખાંડ ઉમેરો. હવે આ સ્ક્રબને ચહેરા પર લગાડી અને મસાજ કરો. બે થી ત્રણ મિનિટ ચહેરા પર મસાજ કર્યા પછી સ્કીનને ઠંડા પાણીથી સાફ કરો.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news