Skin Care: ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય માટે જ નહીં ત્વચા માટે પણ ફાયદાકારક છે. દરેક ઘરના રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં આવતી હળદરનો ઉપયોગ મોટા ભાગના લોકો સ્કીન કેર માટે કરતા હોય છે. જોકે કેટલાક લોકો હળદરનો ઉપયોગ વધુ પડતો કરે છે તેના કારણે નુકસાન પણ થાય છે. હળદરનો ઉપયોગ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જ કરવો જોઈએ. હળદરનો ઉપયોગ કરતી વખતે જો તમે આ બાબતોને ધ્યાનમાં ન રાખો તો તે ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હળદરનો ઉપયોગ કરવાથી થતા નુકસાન


આ પણ વાંચો: Weight Loss: એક મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે ? તો આજથી જ ફોલો કરો આ સરળ ટીપ્સ


હળદરનો ઉપયોગ સ્કીન ટાઈપ તમે અને સ્કીન પ્રોબ્લેમને સમજીને કરવો જોઈએ. જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા છે તો હળદરનો ઉપયોગ કરતા પહેલા ચેતી જવું. કારણકે હળદરથી સ્કીન બર્નની સમસ્યા થઈ શકે છે.


જે લોકોની ત્વચા સેન્સિટીવ હોય તેમના માટે હળદર નુકસાનકારક સાબિત થાય છે. સેન્સિટીવ ત્વચા પર હળદરનો ઉપયોગ કરવાથી ખંજવાળ અને બળતરા થઈ શકે છે. 


હળદરનો ઉપયોગ કરતી વખતે આ વાત રાખો ધ્યાનમાં


આ પણ વાંચો: Lipstick Shades: ઓફિસમાં બોસી લુક માટે બેસ્ટ છે લિપસ્ટિકના આ ટ્રેન્ડી શેડ્સ


જો તમારે હળદરનો ઉપયોગ સ્કીન કેરમાં કરવો છે પરંતુ તેની આડઅસરથી બચવું છે તો કેટલીક સાવધાનીઓ રાખવી. જેમકે ત્વચા પર એકલી હળદરનો ઉપયોગ ન કરવો. હળદરથી થતા નુકસાનથી બચવું હોય તો હળદરમાં દહીં, એલોવેરા જેલ અથવા તો દૂધ ઉમેરીને તેને ચહેરા પર લગાડો. 


ચેહરા પર હળદરનો ઉપયોગ કરો પછી ઓછામાં ઓછા એક દિવસ સુધી અન્ય કોઈ જ સામગ્રીનો ઉપયોગ ન કરો. કારણકે હળદરમાં એક્ટિવ ઈન્ગ્રીડીયન્ટસ હોય છે જે અન્ય વસ્તુ સાથે એક્ટિવ થઈને એલર્જી કરી શકે છે.


આ પણ વાંચો: ખરતા વાળને કારણે માથામાં ટાલ પડી જાય તે પહેલા આ હેર માસ્કનો શરુ કરી દો ઉપયોગ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)