Weight Loss: એક મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે ? તો આજથી જ ફોલો કરવા લાગો આ સરળ ટીપ્સ

Weight Loss: જો તમે એક મહિનામાં 4-5 કિલો વજન ઘટાડવા માંગો છો તો જાણકારી તમારા માટે કામની છે. વજન ઘટાડવા માટે જાણકારીના અભાવ સાથે ડાયટ કરવી કે વધુ પડતી કસરતો કરવી નુકસાનકારક બની શકે છે. તેથી આજે તમને સ્વસ્થ રીતે અને ઝડપથી વજન ઘટાડવાની રીત જણાવીએ. જો તમે આ ટીપ્સને આજથી જ ફોલો કરશો તો 1 મહિનામાં આરામથી 5 કિલો વજન ઉતારી શકશો.

પૌષ્ટિક ખોરાક

1/6
image

સૌથી પહેલા તો કેલરીયુક્ત ખોરાક ઓછો કરો અને પોષક તત્વોથી ભરપૂર સંતુલિત આહાર લેવાનું શરુ કરો. જેમાં ફળો, શાકભાજી, પ્રોટીનયુક્ત વસ્તુઓ અને આખા અનાજનું સેવન વધારવું.  

ખાવા પર કંટ્રોલ

2/6
image

એક સાથે પેટ ભરીને આહાર લેવાનું ટાળવા માટે જમવા માટે નાની પ્લેટ અને બાઉલનો ઉપયોગ કરો. સાથે જ ટીવી કે મોબાઈલ સામે  ભોજન કરવાનું ટાળો. 

નિયમિત કસરત કરો

3/6
image

નિયમિત રીતે 30 મિનિટ કસરત કરો. સાથે જ અઠવાડિયામાં બે દિવસ ઝડપથી એરોબિક કસરત કરવી, ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી જેવી કસરત કરો. તેનાથી મસલ્સ વધે છે અને કેલરી બર્ન થાય છે.

હાઇડ્રેટેડ રહો

4/6
image

દિવસભર પાણી અથવા હર્બલ ટી પીવો. ખાસ કરીને જમ્યા પહેલા પાણી પીવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે.

ખાંડ અને પ્રોસેસ્ડ ફુડનું પ્રમાણ ઘટાડો

5/6
image

પેકેજ્ડ ફૂડ, ખાંડયુક્ત નાસ્તો અને કોલ્ડડ્રીંક્સનો વપરાશ ઓછો કરો. તેમાં પોષણ ઓછું અને કેલરી વધુ હોય છે.  

નિયમિત 7 કલાક ઊંઘ

6/6
image

ઊંઘનો અભાવ ખોરાક ખાવાની ઇચ્છાને વધારે છે. નિયમિત ઊંઘનું શેડ્યૂલ સેટ કરો અને દરરોજ રાત્રે 7-9 કલાક સૂવાનો પ્રયાસ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)