Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Ghee: શિયાળામાં ઠંડી હવાના કારણે ત્વચામાંથી મોઈશ્ચર ઉડી જાય છે. જેના કારણે હોઠ, ચહેરા અને શરીરની ત્વચા ડ્રાય થઈ જાય છે. ડ્રાઇનેસ દૂર કરવા માટે લોકો લોશન અને ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ વસ્તુઓ વાપરવાની જરૂર ન પડે તો તમે ઘીનો ઉપયોગ કરો.
Ghee: શિયાળામાં ત્વચાની ખાસ સંભાળ લેવી પડે છે. શિયાળામાં ત્વચાની ડ્રાયનેસ વધી જાય છે જેના કારણે હોઠ, ચહેરા અને હાથ-પગની ત્વચા ફાટવા લાગે છે. જો તમે ઘીનો ઉપયોગ ત્વચા પર કરો છો તો આ સમસ્યા દૂર થઈ શકે છે. હેલ્થી ફેટથી ભરપૂર ઘી મજામાં મોઈશ્ચર અને ગ્લો જાળવી રાખવામાં મદદ કરે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે ત્વચા પર ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ચાલો તમને જણાવી દઈએ કે શિયાળામાં ત્વચા પર ઘી કેવી રીતે લગાડવું અને તેનાથી કેવા ફાયદા થાય છે.
આ પણ વાંચો: બસ 1 મહિનો આ સફેદ વસ્તુઓ નહીં ખાવ તો કંઈ પણ કર્યા વિના ઝડપથી ઘટવા લાગશે વજન
મોઈશ્ચુરાઈઝર
ડ્રાય સ્કીન માટે ઘી મોઈશ્ચુરાઈઝર તરીકે કામ કરે છે. તેને લગાડવાથી ત્વચામાં સોફ્ટનેસ રહે છે. ડ્રાઇનેસ દૂર થઈ જવાથી ત્વચા મુલાયમ અને ગ્લોઇંગ દેખાય છે.
એન્ટી એજિંગ ગુણ
ઘી માં વિટામીન એ, ડી, ઈ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે ત્વચાની ઇલાસ્ટીસીટી જાળવી રાખે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી ત્વચા ઢીલી પડતી નથી અને ત્વચા પર પ્રાકૃતિક ગ્લો જળવાઈ રહે છે.
આ પણ વાંચો: Masoor Dal: મસૂર દાળથી 10 મિનિટમાં ચહેરો ચમકી જશે, ટ્રાય કરવા જેવા છે આ 3 ફેસ માસ્ક
હોઠ રહે છે સોફ્ટ
શિયાળામાં હોઠ ડ્રાય થઈ જાય છે અને ફાટવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રોજ હોઠ પર ઘી લગાડીને મસાજ કરવી જોઈએ. તેનાથી હોઠને પ્રાકૃતિક રીતે મોઈશ્ચર મળે છે અને હોઠ ગુલાબી રહે છે.
આ પણ વાંચો: શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, ચરબી ઝડપથી ઘટશે
કેવી રીતે લગાડવું ઘી?
1. ત્વચા પર ઘીને ડાયરેક્ટ લગાડી શકાય છે . રાત્રે સુતા પહેલા ત્વચા પર ઘી લગાડી લેવું અને બીજા દિવસે સવારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો.
2. ઘી અને હળદરનું કોમ્બિનેશન પણ ત્વચા માટે ફાયદાકારક છે. થોડું ઘી લઈ તેમાં ચપટી હળદર મિક્સ કરી તો ચા પર અપ્લાય કરી મસાજ કરો. તેનાથી ત્વચા ગ્લોઇંગ દેખાય છે.
આ પણ વાંચો: આ 5 ભૂલના કારણે ધોયા પછી ખરાબ થઈ જાય છે ઊનના કપડા, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
3. ચણાના લોટમાં ઘી મિક્સ કરીને પણ લગાડી શકાય છે. ચણાના લોટની ટેસ્ટમાં થોડું ઘી ઉમેરીને લગાડવાથી ત્વચાનું પીગમેન્ટેશન ઓછું થાય છે
4. ઘી અને પાણીને મિક્સ કરવાથી ક્રીમી ટેક્ષ્ચર બની જાય છે. આ મિશ્રણને ત્વચા પર લગાડી મસાજ કરવાથી સ્કીન સુંદર બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)