Winter Tips: શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, પેટની ચરબી ઝડપથી ઘટશે

Winter Weight Loss: કમર અને પેટ પર જામેલી ચરબીને ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમાં પણ શિયાળો શરૂ થાય એટલે ચરબીમાં વધારો થવા લાગે છે. જો આ શિયાળામાં તમે પેટના ફેટને ઝડપથી ઉગાડવા માંગો છો તો તજનું પાણી પીવા લાગો. તજનું પાણી પીવાથી કેવા ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.

Winter Tips: શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, પેટની ચરબી ઝડપથી ઘટશે

Winter Weight Loss: શરીરનું વજન કેટલું વધે છે તેનો આધાર ભોજન અને લાઈફ સ્ટાઈલ પર હોય છે. તમે આખો દિવસ શું કરો છો અને શું ખાવ છો તેનાથી પણ શરીરનું વજન પ્રભાવી થાય છે. જેમકે સવારે નાસ્તો હેલ્ધી ન હોય તો શરીરને એનર્જી મળતી નથી અને આખો દિવસ ખાવા પીવાની ક્રેવિંગ રહે છે જેના કારણે વજન ઝડપથી વધી શકે છે. તેના બદલે સવારની શરૂઆત જો તમે હેલ્ધી વસ્તુઓથી કરો છો તો શરીરને એનર્જી મળે છે અને વેટ લોસ પણ ઝડપથી થાય છે. તેમાં પણ હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ખાવા પીવાની બાબતમાં ખાસ સજાગ રહેવું. 

Add Zee News as a Preferred Source

શિયાળામાં જો તમે એક્ટિવ નથી રહેતા અને ખાધા પીધા પછી આરામ કરવા લાગો છો તો વજન ઝડપથી વધવા લાગે છે. ખાસ કરીને પેટ અને કમરની આસપાસ ચરબી જામવા લાગે છે. તેથી જ શિયાળામાં રાત્રે સમયસર જમી લેવું. આ ઉપરાંત સવારે જાગીને સૌથી પહેલા કોઈ હેલ્ધી ડ્રિન્ક પીવું. 

જો તમે એક્સરસાઇઝ કર્યા વિના વજન ઘટાડવા માંગો છો તો શિયાળામાં સવારે તજનું પાણી પીવાની શરૂઆત કરી દો. રોજ સવારે ખાલી પેટ તજનું પાણી પી લેશો તો બેલીફેટ ઝડપથી દૂર થશે. સાથે જ શરીરને અન્ય ફાયદા પણ થશે. 

સવારે તજનું પાણી પીવાના ફાયદા 

તજ એવો ગરમ મસાલો છે જેનો ઉપયોગ રસોઈમાં અલગ અલગ વાનગીઓમાં કરવામાં આવે છે. તજમાં ઔષધીય ગુણ હોય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સવારે તો જ ખાવાથી કે તજનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે. જો તમે બેલીફેટ થી પરેશાન છો તો એક કપ તજનું પાણી પીવાની શરૂઆત કરી દેજો. 

કેવી રીતે બનાવવું તજનું પાણી ? 

એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળો અને તેમાં એક ચમચી તજનો પાવડર ઉમેરો અને બે મરીને વાટીને ઉમેરી દો. પાંચ મિનિટ સુધી આ બધી વસ્તુને ઉકળવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી કપમાં તેને ગાળી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી સ્વાદ અનુસાર મધ ઉમેરીને પી લેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news