Glowing Skin: આ સમાચારમાં અમે ચહેરા પર મધ લગાવવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. મધ એક એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય સાથે સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક છે. મધ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે મધમાં ત્વચાની નમીને બનાવી રાખવાનો ગુણ હોય છે. જે લોકોની ત્વચા ખુબજ શુષ્ક હોય છે તેમને ત્વચાને નમ બનાવવા માટે મધનો ઉપયોગ કરવો જોઇએ. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ તનો ઉપયોગ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કીન માટે કેવી રીતે ફાયદાકારક છે મધ?
મધ સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે. મધમાં ઘણા એવા તત્વો છે જે એન્ટીબેક્ટીરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે. જે સ્કીન પર સોજા રોકવા, ક્ષતિગ્રસ્ત પેશીઓ અને કોષોની સારવાર કરે છે. સાથે જ સ્કીન સંબંધીત કોઇપણ સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે મધ સ્કીનને પૌષ્ટિક અને ફ્લેક્સિબલ બનાવવાનું પણ કામ કરે છે.


વગર મોબાઈલ નેટવર્કે કોઈપણને કરી શકશો કોલ, જાણો સ્માર્ટફોનની આ ખાસ ટ્રિક


નીચે અમે તમને જણાવી રહ્યા છીએ કે સ્કીન પર ગ્લો લાવવા માટે તમે હની ફેશિયલનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.


ચહેરા પર આ રીતે લગાવો મધ
1. મધથી સ્કીનની કરો સફાઇ

મધનું પાતળું લેયર ચહેરા પર લગાવો
તેને 10 થી 12 મિનિટ સુધી સ્કીન પર રહેવા દો
સુકાઈ ગયા બાદ પાણી હાથમાં લઇને સર્ક્યુલર મોશનમાં મસાજ કરો
ત્યારબાદ ભીના રૂમાલથી ચહેરાને સાફ કરો


માત્ર આ કરવાથી ઘટવા લાગશે તમારું વજન, ઓછા સમયમાં હેલ્થ ટિપ્સ આપશે મોટો બેનિફિટ


2. હવે મધથી ચહેરા પર કરો એક્સફોલિએટ
મધમાં ચોખાનો લોટ મિક્ષ કરો
ચહેરાને પાણી છાંટો અને તેના પર લગાવો
હવે હળવા હાથથી મસાજ કરો
ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ નાખો
તમારો ચહેરો બેદાગ થઈ જશે


શું તમે પણ વાળમાં કલર કરવાના શોખીન છો?, તો સ્કીનટોનના પ્રમાણે પસંદ કરો હેર કલર


3. મધથી કરો ફેસ મસાજ
મધ અને કેળા મિક્ષ કરી પેસ્ટ બનાવો
તેનાથી ચહેરાની સ્કિન પર મસાજ કરો
5 મિનિટ સુધી મસાજ કરી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો


ફાઈનલમાં ગુજરાતની જીત પાક્કી? હાર્દિક પંડ્યાનો આ રેકોર્ડ આપી રહ્યો છે જીતનો સંકેત!


4. હવે લગાવો ગ્લો પેક
3 ચમચી જવનો લોટમાં એક ચમચી મધ મિક્ષ કરો
આ સાથે થોડું કાચુ દૂધ અને ગુલાબ જળ મિક્ષ કરો
આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો
તમારા ચહેરા પર ગ્લો જોવા મળશે અને તમારી સ્કીનમાં પોષણ દેખાશે
તમે આ ઉપાય અઠવાડિયામાં 3 વખત કરવાનો છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube