Smartphone Tips: વગર મોબાઈલ નેટવર્કે કોઈપણને કરી શકશો કોલ, જાણો સ્માર્ટફોનની આ ખાસ ટ્રિક

Smartphone Secret Feature: સ્માર્ટફોન યુઝ કરતા લોકો આ સમાચાર ધ્યાનથી વાંચે. અમે તમને આજે એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે મોબાઈલ નેટવર્ક વગર કોઈપણને કોલ કરી શકો છો. આ સેટિંગ એક્ટિવેટ કરવું ખુબ જ સરળ છે.

Smartphone Tips: વગર મોબાઈલ નેટવર્કે કોઈપણને કરી શકશો કોલ, જાણો સ્માર્ટફોનની આ ખાસ ટ્રિક

How to Call Without Mobile Network: સામાન્ય રીતે કોઈપણને કોલ કરવા માટે મોબાઈલમાં નેટવર્ક હોવું જરૂરી છે. પરંતુ અમે તમને એવું જણાવીએ કે વગર નેટવર્કે પણ તમે કોઈપણને કોલ કરી શકો છો તો તમે વિશ્વાસ નહીં કરો, પરંતુ તે સત્ય છે. સ્માર્ટફોનમાં એક ખાસ ફીચર હોય છે, જેની મદદથી તમે કોઈપણને વગર નેટવર્કે કોલ કરી શકો છો. આજે અમે તમને આ ટ્રિક વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે તેનો ઉપયોગ કરી શકો છો.

શું છે આ ફીચર
જે ફીચરની મદદથી તમે મોબાઈલ વગર નેટવર્કે કોઈપણને કોલ કરી શકો છો તેનું નામ 'WiFi Calling' છે. આ ફીચર મોટાભાગે સ્માર્ટફોનમાં હોય છે. તેને એક્ટિવ કર્યા બાદ તમે સરળતાથી વગર નેટવર્કે કોઈપણ મિત્ર અથવા સંબંધીને ફોન કરી શકો છો. જો કે, આ ફીચર માટે તમારું WiFi Area માં રહેવું જરૂરી છે. આ ફીચર WiFi નેટવર્ક સપોર્ટની મદદથી કામ કરે છે.

એન્ડ્રોઇડ યુઝર્સ આ રીતે કરે એક્ટિવ
આ ફિચર્સ એન્ડ્રોઇડ ફોનમાં પણ કામ કરે છે. આ માટે તમારે પહેલા સેટિંગમાં જવું પડશે. જ્યં WiFi ના ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. તેને ક્લિક કરતા જ તમારી સામે WiFi Calling નો વિકલ્પ દેખાશે. તે ઓપ્શનને ઓન કરવું પડશે. હવે તમે આ ફીચર્સનો લાભ ઉઠાવી વગર નેટવર્કે કોલ કરી શકો છો.

આઇફોન યુઝર્સ આ રીતે કરે એક્ટિવ
જો તમે આઇફોન યુઝર છો અને આ ફીચરને એક્ટિવ કરવા માંગો છો. તો તમારે પહેલા સેટિંગમાં જવું પડશે. જ્યાં તમારે મોબાઈલ ડેટા વિકલ્પ પસંદ કરવો પડશે. જે બાદ તમારી સામે ઘણા ઓપ્શન હશે. જેમાં સૌથી નીચે WiFi Calling નો વિકલ્પ દેખાશે. તમે ત્યાં WiFi Calling On This iPhone ના ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારા ફોનમાં આ ફીચર્સ ચાલુ થઈ જશે અને તમે WiFi ઝોનમાં જઈ વગર નેટવર્કે સરળતાથી કોઈપણને કોલ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news