Weight Loss Diet: જો તમારા પેટ, કમર, સાથળના ભાગે ચરબી જામી ગઈ છે અને જેના કારણે તમારી પર્સનાલિટી અને સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે તો તમે પણ ઝડપથી વજન ઘટાડવાના ઉપાયો શોધતા હશો. આજે તમને તમારી સમસ્યાનું સમાધાન આપી દઈએ. આજે તમને બેસ્ટ ડિટોક્સ પ્લાન જણાવીએ. વજન ઘટાડવા માટે આ પ્લાન ફોલો કરવાનું શરુ કરશો તો દર 7 દિવસે 2 કિલો જેટલું વજન ઘટી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ તમારું વજન અને પેટની ચરબી ઝડપથી ઘટાડવા માંગો છો તો આ ડિટોક્સ પ્લાન તમારા માટે બેસ્ટ છે. આ પ્લાન ફોલો કરવાથી વજન તો ઘટશે જ પરંતુ સાથે જ શરીરમાં જામેલા વિષાક્ત પદાર્થો પણ બહાર નીકળી જશે અને શરીર અંદરથી સાફ થશે. 


આ પણ વાંચો: Ghee: ગરમ તવા પર ઘી રેડવું હાનિકારક, પરોઠા બનાવતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ ?


મોર્નિંગ રુટીન


સવારનો સમય શરીરને ડિટોક્સ કરવા માટે બેસ્ટ હોય છે. તેથી રોજ સવારે મેથીના દાણા અને હુંફાળુ પાણી પીવું. રાત્રે મેથીના દાણાને પાણીમાં પલાળી દેવા અને સવારે આ પાણીને હુંફાળુ ગરમ કરી પી લેવું. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જશે. 


આ પણ વાંચો: Porbandar: પોરબંદર નજીક આવેલી આ જગ્યા જોઈ ભુલી જશો ગોવા અને માલદિવના દરિયાકિનારા


નાસ્તો


સવારે નાસ્તો કરવો જરૂરી છે. નાસ્તો હળવો અને પોષકતત્વોથી ભરપુર હોવો જોઈએ. નાસ્તામાં ઓટ્સ, ચીલ્લા જેવી વસ્તુઓ લઈ શકાય છે. 


મીડ મોર્નિંગ


બપોરના ભોજન પહેલા મીડ મોર્નિંગ મીલ તરીકે કોઈપણ સીઝનલ ફ્રુટ ખાવા. તેનાથી શરીરને એનર્જી મળે છે અને ભૂખ શાંત થઈ જાય છે. 


આ પણ વાંચો: Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન


બપોરનું ભોજન


બપોરના ભોજનમાં એક વાટકી શાક, એક વાટકી સ્પ્રાઉટ્સ, સલાડ, 1 રોટલી લઈ શકાય છે. સ્પ્રાઉટ્સ લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે.  તેનાથી શરીરને પ્રોટીન અને ફાઈબર મળે છે. 


સાંજનો સમય


સાંજના સમયે આદુવાળી ચા પીવાથી શરીરને સ્ફુર્તિ મળશે. તેનાથી પાચન સુધરશે. ચા સાથે મખાના કે પોપકોર્ન ખાઈ શકાય છે. 


આ પણ વાંચો: રોજ સવારે પીવો આ 5 માંથી 1 કોઈ હેલ્ધી ડ્રિંક, માત્ર 30 દિવસમાં પેટની ચરબી ઓગળી જશે


રાતનું ભોજન


રાતનું ભોજન સરળતાથી  પચી જાય તેવું હોવું જોઈએ. રાત્રે મગ કે ઓટ્સનું સૂપ લઈ શકાય છે. સૂપ પૌષ્ટિક અને પચવામાં સરળ હોય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.


રાત્રે સૂતા પહેલા


રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણી સાથે ત્રિફળા પાવડર લેવો. અથવા તો અડધા કપ દૂધમાં તજનો પાવડર મિક્સ કરી પી શકાય છે. 


આ પણ વાંચો: સવારની આ 5 ખરાબ આદતો જ બગાડે છે દિવસ, હેલ્ધી અને ફીટ રહેવું હોય તો આજથી જ કરો ફેરફાર


વજન ઘટાડવા આ પણ જરૂરી


- વજન ઝડપથી ઘટાડવા માટે પુરતી ઊંઘ કરવી પણ જરૂરી છે. આ ડાયટ ફોલો કરવાની સાથે નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ કરો અને નિયમિત 30 મિનિટ કસરત કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)