નવી દિલ્હીઃ જો કોરોનામાં તમે ઘરમાં કામ કરતાં-કરતાં પરેશાન થઈ ગયા છો તો ફરવાની એક સારી તક છે. સાથે સસ્તું પણ. તણાવથી ભરપૂર જિંદગીને થોડીક રિલેક્સ બનાવવા માટે હિમાલયની ઘાટીઓમાં જઈ શકો છો. તેની સુવિધા IRCTC આપી રહી છે. IRCTCએ અત્યંત ઓછા ખર્ચમાં ફરવાનું ટૂર પેકેજ બનાવ્યું છે. આ પેકેજમાં રહેવા, ફરવા અને ખાવાનો ખર્ચ પણ સમાવેશ થાય છે. આ એવું ટૂર પેકેજ છે જેમાં ઓછા બજેટમાં પૂર્વી હિમાલયના ક્ષેત્રનું ભ્રમણ કરી શકીએ છીએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ દરમિયાન હવામાં ઉડતા વિરાટ કોહલીને જોઈ સૌ કોઈ સ્તબ્ધ! કર્યો એવો કેચ કે બેટ્સમેને પણ કરી સલામ! જુઓ Video


ગોલ્ડન ટ્રાયેંગલ ટૂર:
ભારતીય રેલવેની કંપની IRCTCએ આ ટૂર પેકેજનું નામ ગોલ્ડન ટ્રાયેંગલ ટૂર રાખ્યું છે. આ પેકેજમાં ફરવાની ઈચ્છા રાખનારા લોકો દાર્જિલિંગ, ગંગટોક, કલિમ્પોંગ અને ન્યૂ જલપાઈગુડીની યાત્રા કરી શકશો. આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસની રાખવામાં આવી છે. આ ટૂરની શરૂઆત 17 સપ્ટેમ્બર 2021થી કરવામાં આવશે. તેનું રજિસ્ટ્રેશન પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યું છે.


કેટલો ખર્ચ થશે:
IRCTC Tour Packageમાં બે લોકો માટે ડબલ શેરિંગમાં 28,630 રૂપિયા આપવા પડશે. ત્રણ લોકો એટલે ટ્રિપલ શેરિંગ માટે 21,440 રૂપિયા ચાર્જ છે. જ્યારે ચાર લોકોના ગ્રૂપ માટે 22,960 રૂપિયા આપવા પડશે. 6 લોકોના ગ્રૂપ માટે 19,230 રૂપિયા આપવા પડશે. જો બાળકો માટે અલગથી બેડ લેવો હોય તો તેની કિંમત 7060 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

OMG! Bigg Boss ની વિનરની જિંદગી રમણભમણ! હોસ્પિટલમાં કચરા-પોતા કરતો Video થઈ ગયો વાયરલ


ટૂર પેકેજમાં કઈ-કઈ સુવિધા મળશે:
આ ટૂર પેકેજમાં દાર્જિલિંગ 2 રાત, કલિમ્પોંગ 1 રાત અને ગંગટોકમાં 2 રાત રહેવાની તૈયારી છે. ટૂર પેકેજમાં હોટલ પહોંચ્યા પછી પાણી કે જ્યૂસ આપવામાં આવશે. હોટલમાં રહેવા માટે ડબલ રૂમ મળશે જેમાં બે લોકો રહેશે. હોટલમાં સવારે નાસ્તો અને રાતનું જમવાનું આપવામાં આવશે. ટ્રેનથી ઉતર્યા પછી બોટલ અને ફરનારી જગ્યા માટે ફ્રીમાં ગાડીની સુવિધા મળશે. IRCTC Tour Packageમાં વ્યક્તિગત ખર્ચને જોડવામાં આવ્યો નથી. જેમ કે રૂમ હીટર, કપડાં ધોવા માટે લોન્ડ્રી, ટેલિફોન કોલ, ટિપ્સ પર થતા ખર્ચને જોડવામાં આવ્યો નથી. તેની સાથે જ સોફ્ટ કે હાર્ડ ડ્રિંક્સ, રાફ્ટિંગ, પહેલાંથી નક્કી કરવામાં આવેલ દર્શનીય સ્થળ ઉપરાંત બીજે ક્યાંય જવાનો ખર્ચ, બીજે જવાનો ગાડીનો ખર્ચ ટૂર પેકેજમાં નથી.

Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

હિમાચલ પ્રદેશની પણ કરો યાત્રા:
IRCTC Tour Packageમાં હિમાચલ પ્રદેશની યાત્રા પણ છે. જેમાં એકલા, પરિવાર કે મિત્રોની સાથે ફરનારા લોકો સરળતાથી તેનો લાભ ઉઠાવી શકે છે. આ પેકેજમાં મનાલી અને શિમલા જવાનો પ્લાન છે. તે 7 દિવસના હોલિડે પેકેજ માટે 28,840 રૂપિયાનો ખર્ચ થશે. આખી ટૂર દરમિયાન રહેવા અને જમવાનો ખર્ચ IRCTC ઉઠાવશે. IRCTCના જણાવ્યા પ્રમાણે આ ટૂર દિલ્લીથી શરૂ થશે. પહેલું સ્ટોપ મનાલી હશે. ત્યાં ટૂરિસ્ટને હિંડિંબા મંદિર, મનુ મંદિર અને વશિષ્ઠ કુંડની યાત્રા કરાવવામાં આવશે. ચોથા દિવસે ટૂરિસ્ટ શિમલા માટે કૂચ કરશે. જ્યાં અન્ય દર્શનીય સ્થળો પર ફરવાની તક મળશે.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube