શરીરમાં લોહીની કમી છે? ફિકર નોટ...રસોડામાં રહેલી આ વસ્તુઓ પુરી કરશે તમારા શરીરમાં લોહીની કમી
ઘણા લોકો જંકફુડ ખાઈને પોતાના શરીરમાં બિનજરૂરી કોલેસ્ટ્રોલ વધારે છે. શરીરમાં લોહી વધારવા લોકો ટોનિકની મદદ લેતા હોય છે. પરંતુ કેટલાક શાકભાજી-ફળને લેવાથી શરીરમાં લોહી વધશે અને શરીર પણ રહેશે ફીટ એન્ડ ફાઈન.
નવી દિલ્હીઃ આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં ફીટ રહેવું ખુબ જરૂરી છે. કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા લોકો, બેઠાળું જીવન, કોઈ કસરત ન કરતા લોકોના શરીરમાં જરૂરી પોષક તત્વો ઉમેરાતા નથી. તેનું મુખ્ય કારણ છે કે લોકોને સ્વાદિષ્ટ ભોજન જોઈએ છે, જે જંકફુડમાંથી મળે છે. આ ભોજન લેવાને કારણે તેમના શરીરમાં લોહી તો નથી બનતું પરંતુ કોલેસ્ટ્રોલ વધી જાય છે. ઘણા લોકો તો ટોનિકની મદદ લેતા હોય છે. જે માત્ર થોડા સમય માટે જ ઉપયોગી બને છે. શરીરમાં શુદ્ધ લોહી બને તે માટે લોકોએ કેટલાક શાકભાજી અને ફળનું નિયમિતપણે સેવન કરવું જોઈએ. આવો જાણીએ આ વિશે વધુ વિગત.
આ ખાસ વાંચોઃ
શરમ કરો! રસીની બુમરાણ વચ્ચે રાજ્યમાં 28 લાખ કોરોના રસીના ડોઝ બગડી ગયા
પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો
સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?
1) બીટ-
બીટરૂટ એ શરીરમાં લોહી વધારવાનો રામબાણ ઉપાય છે. બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે લોહીને વધારે છે. દરરોજ બીટરૂટનો રસ પીવાથી પણ લોહી શુદ્ધ થાય છે. બીટમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે જે પાચનક્રિયાને પણ સુધારે છે.
2) દાડમ-
દાડમ આયર્નની ઉણપને દૂર કરવા માટે પણ ઘણું સારું છે. દાડમ ખાવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે. દાડમનો રસ આંતરડાની બળતરા ઘટાડે છે અને પાચન સુધારે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે.
3) પાલક-
પાલક એ આયર્ન, વિટામિન્સ, ઓમેગા-3 ફેટી એસિડનો ભંડાર છે, જે શરીરમાં લોહી વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હાડકાના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
4) ડ્રાઈ-ફ્રુટ્સ-
બદામ, અખરોટ, કાજુ અને જરદાળુ જેવા ડ્રાયફ્રુટ્સમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેઓ લોહીમાં ઝડપથી લાલ રક્તકણો બનાવે છે અને શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. એનિમિયાથી પીડિત લોકોએ દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.
5) દાળ-
કઠોળ અને આખા અનાજ પ્રોટીન, વિટામિન્સ, ફાઈબરથી ભરપૂર હોય છે. તેઓ શરીરમાં આયર્નની ઉણપને દૂર કરીને લોહીમાં વધારો કરે છે. આખા અનાજમાં અદ્રાવ્ય રેસા મળી આવે છે જે પાચન તંત્ર માટે સારા છે. રોજ રાત્રે પલાળેલા ચણા અને સ્પ્રાઉટ્સનું સેવન કરવાથી શરીરમાં લોહી ઝડપી બને છે અને શરીરને ઘણા પોષક તત્વો પણ મળે છે.
આ પણ ખાસ વાંચોઃ
મેરે પાસ માં હૈ...! ધર્મેન્દ્રથી લઈને અમિતાભ સૌ કોઈ જેને કહેતા હતા માતા...
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં આજથી બે દિવસીય કલા ઉત્સવનો પ્રારંભ, જાણો શું હશે ખાસ
નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!