Weight Loss: વધેલું વજન રોગ નથી પણ તેના કારણે ઘણા રોગ થઈ શકે છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણે ખાણીપીણીની આદતો પર એટલું ધ્યાન આપી શકતા નથી જેટલું જરૂરી હોય છે. વજન વધી જાય પછી કોઈ પાસે જીમમાં જઈને કલાકો સુધી મહેનત કરવાનો સમય હોતો નથી.  આ સ્થિતિમાં તમે વજન ઘટાડવા માટે આયુર્વેદની મદદ લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુર્વેદ અનુસાર અજમા વજન ઓછું કરવા માટે ચમત્કારી ઔષધી જેવું કામ કરે છે.  તેના ઉપયોગથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને  સ્વાસ્થ્યને પણ ફાયદા છે. અજમા એવો મસાલો છે જેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના ઉપયોગથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.


આ 4 રીતે કરો અજમાનો ઉપયોગ


આ પણ વાંચો:


ગોળમાંથી ઘરે બનાવો મહેંદી, કલાકો સુધી રાખવી નહીં પડે અને 5 મિનિટમાં ચઢશે ઘાટો રંગ


વાળ અને ત્વચાની સુંદરતાને વધારે છે કરંજનું તેલ, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત


Weight Loss: બરફ ઓગળે એમ ઓગળશે શરીરમાં જામેલી ચરબીના થર, નાસ્તામાં ખાવી આ 4 વસ્તુઓ


1. એક મુઠ્ઠી મેથીના દાણા, કલોંજી અને અજમાના દાણાને સૂકવી લો. તેને સારી રીતે પીસી અને ઝીણો પાવડર બનાવો અને તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે 1 ચમચી પાવડર લેવો. 


2. એક ગ્લાસ પાણીને ઉકાળો. તેમાં 1 ચમચી અજમા ઉમેરો. પાણીનો રંગ બદલી જાય પછી તેને ગાળી અને પી જવું. 


3.  શરીરની ચરબી ઘટાડવા માટે મધ અને અજમાનું સેવન કરો. સૌથી પહેલા અજમાને રાત્રે પાણીમાં પલાળો. બીજા દિવસે સવારે પાણી ગાળી તેમાં 1 ચમચી મધ ઉમેરો અને પછી પી જવું. 


4. વજન ઘટાડવા માટે વરિયાળી અને અજમાનું સેવન કરો. તેના માટે 1 ચમચી અજમા અને 1 ચમચી વરિયાળીને 4 કપ પાણીમાં ઉકાળો.
પાણીનો રંગ બદલાય ત્યારે તેને ગાળીને તેનું સેવન કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)