ગોળમાંથી ઘરે બનાવો મહેંદી, કલાકો સુધી રાખવી નહીં પડે અને 5 મિનિટમાં ચઢશે મહેંદીનો ઘાટો રંગ
Jaggery Mehndi: ફક્ત પાંચ મિનિટમાં જ તમારા હાથ ઉપર મહેંદી મુકાઈ શકે છે અને તેનો રંગ પણ સામાન્ય મહેંદી જેવો જ ચડશે. જો તમારે આ કામ કરવું હોય તો તમારે ગોળની મહેંદી બનાવવી પડશે. ગોળમાંથી મહેંદી બનાવી શકાય છે અને તે પાંચ મિનિટમાં જ મહેંદી જેવું કામ આપે છે. ગોળની મહેંદી બનાવવી ખૂબ જ સરળ છે.
Trending Photos
Jaggery Mehndi: કોઈપણ તહેવાર હોય કે ઘરમાં શુભ પ્રસંગ મહિલાઓ પોતાના હાથમાં મહેંદી જરૂર કરે છે. હાથમાં મહેંદી વિના દરેક તહેવાર અને પ્રસંગ અધૂરા લાગે છે. પરંતુ જો મહેંદી નો રંગ ઘેરો ન આવે તો પણ મહેંદી ફીકી લાગે છે. મહેંદી કરવી તો દરેકને ગમે છે પરંતુ સમસ્યા એ હોય છે કે મહેંદી કરીને રાત આખી તેને રાખવી પડે છે તો જ તેનો રંગ ચઢે છે. અને ઘરમાં પ્રસંગ હોવાથી મહિલા પાસે એટલો સમય હોતો નથી. જેના કારણે મહેંદી કરવાના અરમાન અધૂરા રહી જાય છે.
પરંતુ જો તમને કોઈ કહે કે કલાકો રાખ્યા વિના જ તમારી મહેંદીનો ઘાટો રંગ આવી શકે છે તો ? ફક્ત પાંચ મિનિટમાં જ તમારા હાથ ઉપર મહેંદી મુકાઈ શકે છે અને તેનો રંગ પણ સામાન્ય મહેંદી જેવો જ ચડશે. જો તમારે આ કામ કરવું હોય તો તમારે ગોળની મહેંદી બનાવવી પડશે. ગોળમાંથી મહેંદી બનાવી શકાય છે અને તે પાંચ મિનિટમાં જ મહેંદી જેવું કામ આપે છે. ગોળની મહેંદી બનાવવી ખૂબ જ સરળ છે.
ગોળની મહેંદી બનાવવાની સામગ્રી
આ પણ વાંચો:
ગોળ 100 ગ્રામ
મહેંદી પાવડર બે ચમચી
સિંદૂર અથવા તો કંકુ એક ચમચી
લવિંગ 30 ગ્રામ
ખાંડ 50 ગ્રામ
એક ટીન નો ડબ્બો
એક નાનકડી વાટકી
ગોળની મહેંદી બનાવવાની રીત
ગોળની મહેંદી બનાવવા માટે સૌથી પહેલા ગોળને પીસીને પેસ્ટ બનાવી લો. એક ટીનના ડબ્બામાં ગોળ ઉમેરો અને વચ્ચે થોડી જગ્યા બનાવીને તેમાં લવિંગ રાખો. હવે લવિંગની વચ્ચે એક જગ્યા બનાવો તેમાં એક બાઉલ મૂકો. હવે બાઉલમાં ખાંડ અને કુમકુમ ઉમેરી ટીનને ગેસ પર ગરમ કરો. તેની ઉપર પાણીથી ભરેલું એક વાસણ મૂકો અને તેને ઢાંકી દો. થોડા સમય પછી ગોળ ઓગળવા લાગશે અને બાઉલમાં વરાળ બનવા લાગશે. થોડા સમય પછી બાઉલમાં એકઠું થયેલું પાણી બહાર કાઢી તેમાં મહેંદી પાવડર મિક્સ કરો. ત્યારપછી આ મહેંદીનો ઉપયોગ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે