Rice Cooking: ભારતીય ભોજનનું અભિન્ન અંગ ચોખા છે. દરેક ઘરમાં ચોખા રોજ રાંધવામાં આવે છે. ગુજરાતીમાં તો કહેવત છે કે ભાત વિના ભોજન અધૂરું. ભારતીય વ્યંજનમાં ચોખાના ઉપયોગથી ભાત, ખીચડી, પુલાવ, બિરયાની, ખીર સહિતની વાનગીઓ બને છે. વાનગી કોઈ પણ હોય પરંતુ ચોખા બનાવવાની રીત એક સરખી હોય છે. મોટાભાગના લોકો ચોખાને એક જ પાણીમાં ઉકાળીને બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોખા પકાવવાની આ સાચી રીત નથી? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચપટી હળદર અને કાચુ દૂધ કરશે જાદુ, પાર્લર ગયા વિના ચહેરાની સુંદરતામાં લાગશે ચાર ચાંદ


શું તમે પણ ખીલ દબાવીને ફોડી નાખો છો ? તો જાણો ખીલ ફોડવાથી થતી આડઅસરો વિશે


આ 5 સ્ટેપ્સ ફોલો કરો બસ, 1 મહિનામાં વધેલું બેડ કોલેસ્ટ્રોલ આવી જશે કંટ્રોલમાં


એક રિપોર્ટ અનુસાર ચોખાને પકાવવાની સૌથી હેલ્ધી રીત છે રિફ્રેશિંગ વોટર મેથડ છે. આ રીતે ચોખા પકાવવાથી તેમાં રહેલું આર્સેનિક ઓછું થઈ જાય છે. આ રીતમાં ચોખાને વધારે પાણી મૂકીને ઉકાળવામાં આવે છે જ્યારે ચોખા અડધા પાકી જાય છે તો એક્સ્ટ્રા પાણી દૂર કરી દેવામાં આવે છે અને ફરીથી નવું પાણી ચોખામાં ઉમેરી તેને થોડીવાર પકાવવામાં આવે છે આમ કરવાથી તેમાં રહેલો સ્ટાર્ચ, કેલેરી પણ ઓછા થઈ જાય છે. 


જો આ રીતે તમે ચોખા બનાવશો તો તેમાં કેલરીનું પ્રમાણ પણ ઘટી જાય છે. જો તમને ભોજનમાં રોજ ભાત ખાવાની આદત હોય તો ચોખાને આ રીતે જ પકાવીને ઉપયોગમાં લો. કારણ કે આમ કરવાથી તેમાં રહેલું આર્સનિક 50% સુધી ઓછું થઈ જાય છે. આ રીતે બનાવેલા ભાત જો તમે રોજ પણ ખાવ છો તો તમારે કેલેરી વધી જશે તેવી ચિંતા કરવાની પણ જરૂર નહીં હોય કારણ કે ચોખાને બે પાણીમાં પકાવવાની પ્રક્રિયાથી તેમાં રહેલી કેલેરી ખૂબ જ ઓછી થઈ જાય છે જેથી તમે ચિંતા મુક્ત થઈને ભાતનું સેવન કરી શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)